ખેડૂતોના ખાતામાં 3130 કરોડ રૂપિયા જમા કરાયા, 5786 કરોડની મગફળી ખરીદાઈ
ગુજરાતના ખેડૂતો માટે મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે.
ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડવામાં સરકારે ઝડપી કામગીરી કરી છે અને આંકડાઓ જાહેર કરીને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું છે.

ગાંધીનગર ખાતે મીડિયાને માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
સહાય મેળવવા માટેની સમયમર્યાદા પૂર્ણ થતા સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરીને 3130 કરોડની માતબર રકમ સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં (DBT) જમા કરી દેવામાં આવી છે. વાવ, થરાદ અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના 5 અસરગ્રસ્ત જિલ્લાઓ માટેના વિશેષ પેકેજ હેઠળ જ લગભગ 3 લાખ અરજીઓ આવી છે.
સરકારે માત્ર રાહત પેકેજમાં જ નહીં, પરંતુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં સરકારે કુલ 5786 કરોડની મગફળીની ખરીદી કરી છે. આ ખરીદીમાંથી 2300 કરોડથી વધુની રકમ ખેડૂતોને ચૂકવી પણ દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
