મોસ્ટ વોન્ટેડ બન્યા બળાત્કારી નારાયણ સાંઇ, 5 લાખનું ઇનામ જાહેર
સૂરત, 18 નવેમ્બર: આને સમયનું ચક્ર કહીશું કે પછી કાળી કરતૂતોનું પરિણામ કારણ કે જે વ્યક્તિના નામ પર એકસમયે શહેરમાં સત્સંગ અને પ્રવચનના હોર્ડિંગ લાગતાં હતા આજે તે શહેરમાં તે વ્યક્તિના નામ પર ઇનામના પોસ્ટર લાગી રહ્યાં છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ આસારામના કુકર્મી પુત્ર નારાયણ સાંઇની જે બળાત્કારના આરોપ બાદ ફરાર છે અને પોલીસે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કરતાં 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
સૂરત પોલીસે જાહેરાત કરી છે કે નારાયણ સાંઇનું સરનામું બતાવનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે. તેના સંબંધમાં પોલીસે આખા શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. પોલીસે ધરપકડ બાદ દેશભરમાં સ્થિત તેમના આશ્રમો પર છાપેમારી પણ કરી છે. એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયા બાદ પોલીસે અંતે નારાયણ સાંઇ પર 5 લાખના ઇનામની જાહેરાત કરી છે.

બીજી તરફ સૂરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે નારાયણ સાંઇના નામના પોસ્ટર આખ દેશમાં લગાવવામાં આવશે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં નારાયણ સાંઇના જે પોસ્ટર લગાવવામાં આવશે તે ગુજરાતીમાં હશે જ્યારે દેશના અન્ય ભાગોમાં જે પોસ્ટર લાગશે તે હિન્દી અને અંગ્રેજીમાં હશે. આ પોસ્ટરોમાં જે નંબર આપવામાં આવ્યા છે, તેના પર ફોન કરી લોકો નારાયણ સાંઇ વિરૂદ્ધ સૂરત પોલીસને સીધી માહિતી આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ 6 ઓક્ટોબર, 2013થી ફરાર છે અને ગત 39 દિવસોથી પોલીસની સાથે સંતાકૂકડી રમત રમી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
