For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી

Rajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટને લઇ મતદાન થઇ રહ્યું છે ત્યારે માતર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય કેસરસિંહ જેસંગભાઇ સોલંકી એક એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા. તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાનો વોટ આપવા હોસ્પિટલેથી સીધા જ અહીં આવ્યા છે.

ગુજરાતની ચાર રાજ્યસભા સીટ માટે મતદાન થઇ રહ્યું છે. ગુજેરાતમાં ચૂંટણી માહોલ રસાકસી ભર્યો છે. અહીં રાજ્યસભાની ચાર સીટ માટે કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાં એક ધારાસભ્ય પક્ષપલટો કરતાં બાગી બગડી શકે છે.

ભાજપના ત્રીજા ઉમેદવાર

ભાજપના ત્રીજા ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવવા માટે એક ખાસ રણનીતિથી કામ કર્યું છે. જેને લઇ મુખ્યમંત્રી નિવાસે ભાજપના રણનીતિકારોએ બેઠક કરી ચર્ચા પણ કરી છે. ભાજપે નરહરી અમીનને મેદાનમાં લવી મુકાબલો રોચક બનાવી દીધો છે. ભાજપના અભય ભારદ્વાજ અને રમીલા બારાની જીત નક્કી છે. કોંગ્રેસના શક્તિ સિંહ ગોહિલની જીત પણ લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે પરંતુ બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીની જીત પર ગ્રહણ લાગી શકે છે.

ખરાખરીનો ખેલ

જણાવી દઇએ કે નરહરી અમીન અને સોલંકીને જીતવા માટે 35 મતની જરૂરત છે, ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે, આ ઉપરાંત બીટીપીના 2, એનસીપીના એક તથા એક અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે. 182 સભ્યોવાળી વિધાનસભાની કુલ 10 સીટ ખાલી છે, કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

દેશભરની 19 રાજ્યસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે

દેશભરની 19 રાજ્યસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે

દેશભરના આઠ રાજ્યોમાં રાજ્યસભાની 19 સીટ માટે મતદાન થઇ રહ્યું છે. જેમાંથી ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરીબી મુકાબલો થશે. જણાવી દઇએ કે કોરોના સંક્રમણને કારણે 18 સીટ પર ચૂંટણી રહી ગઇ હતી બાદમાં ચૂંટણી પંચે કર્ણાટકની ચાર સીટો, મિઝોરમની અને અરુણાચલ પ્રદેશમાં 1-1 સીટ પર ચૂંટણીની ઘોષણા કરી હતી. જે 19 સીટ માટે મતદાન થવાનું છે, તેમાંથી ચાર-ચાર આંધ્ર પ્રદેશ અને ગુજરાત, ત્રણ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન, બે સીટ ઝારખંડથી અને એક-એક મણપુર, મિઝોરમ અને મેઘાલયથી છે.

PM મોદી ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે કરશે સર્વપક્ષીય બેઠકPM મોદી ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે કરશે સર્વપક્ષીય બેઠક

English summary
RS Election: Kesarisinh Jesangbhai Solanki arrives assembly in an ambulance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X