For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહન ભાગવતે કહ્યું- 'દેશના સારા-નરસા માટે હિન્દુ જવાબદાર'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 ડિસેમ્બર: હાલમાં અમદાવાદમાં આરએસએસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ ચિંતન શિબિરમાં મોહન ભાગવતે સ્વયમસેવકોને સંબોધિત કર્યા હતા. ભાગવતે ફરી એકવાર જણવ્યું હતું કે ભારત દુનિયાને શીખ આપતું રહ્યું છે. ભારત દુનિયાનો મોટો ભાઇ છે. દેશને રૂઢિવાદમાંથી મુક્ત કરવાનું છે. સૌએ દેશને પોતાનો ગણવો પડશે. કટ્ટરતાના કારણે જ આતંકવાદને પ્રોત્સાહન મળ્યું છે.

ભાગવતે જણાવ્યું કે આરએસએસ સંસ્કાર આપનાર સંગઠન છે. કાર્યકર્તા હિન્દુ સમાજને સંગઠિત કરે. મતભેદોને દૂર કરીને દેશ સેવા કરે. આ દેશ પરંપરાઓથી હિન્દુ દેશ છે. દેશના સારા-નરસા માટે હિન્દુ જવાબદાર છે. હિન્દુ સમાજ ખતરામાં તો દેશ ખતરામાં છે. જો આપણે તૈયાર રહીશું તો કોઇ આપણને રોકી નહીં શકે. સૌને સ્વીકાર કરો, સૌને સાથે લઇને ચલો.

mohan bhagwat
આરએસએસ પ્રમુખે જણાવ્યું કે સમાજ સરકાર પર નિર્ભર, સરકાર ભરોસે ના રહે સમાજ. સરકાર બધું જ ના કરી શકે. દેશવાસીઓને સંપૂર્ણ દેશ પોતાનો લાગે. વિવિધતામાં એકતા આપણી ઓળખ છે. જો હિન્દુઓ એક થઇ જાય તો દેશની પ્રગતિને કોઇ રોકી નહીં શકે. દુનિયા પણ ભારતની પ્રગતિ ઇચ્છે છે.

ભાગવતે જણાવ્યું કે સંઘને જાણવા માટે તેમાં સામેલ થવું જરૂરી છે. અંદર આવો અને જો આપને સંઘ સારું લાગે તો સ્વયંસેવક બનો, અને જો સારુ ના લાગે તો કાર્યકર્તા ના બનો. અત્રે નોંધનીય છે કે અમદાવાદના રિંગ રોડ પર આવેલા દાસ્તાન ફોરમમાં આરએસએસની ચિંતન શિબિર હતી. જેમાં મોટી સંખ્યામાં આરએસએસના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

English summary
Making a strong pitch for unity among Hindus, RSS Chief Mohan Bhagwat today said if the Hindu society is in danger, then the entire country is also in danger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X