ભાજપને ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

બારડોલી, 8 ફેબ્રુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાં આયોજીત રેલીમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી, અહીં જેલની હવા ખાનાર મંત્રી છે. સૂરતના બારડોલીમાં આયોજીત રેલીમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના કહ્યું હતું કે અહીંના નેતા સરદાર પટેલ વિશે વાતો કરે છે, કહે છે કે તે તેમની મૂર્તિ બનાવશે, પરંતુ ઇતિહાસ વાંચતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ગરીબી ખતમ કરવાની વાતો કરીએ છીએ, પરંતુ આ લોકો ગરીબને હટાવવાની વાતો કરે છે. તેમને કહ્યું હતું કે ગુજરાતમાં સ્કુલો બંધ થઇ રહી છે, પરંતુ તેના વિશે એક શબ્દપણ કહેવામાં આવતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસની વિચારધારાને ગાંધીએ મારી, આરએસએસની વિચારધારા ઝેરી વિચારધારા છે. તેમને કહ્યું હતું કે અમે લોકોને તાકાત આપવા માટે લોકપાલ અને આરટીઆઇ જેવા કાયદા બનાવ્યા, પરંતુ ગુજરાતમાં એક આદમીને શક્તિ આપવામાં વિશ્વાસ કરવામાં આવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગરીબો, નબળાઓની સરકાર નથી, અહીં ફક્ત અમીરોનું ચાલે છે. ગુજરાતમાં 55 હજાર નાના વ્યવસાય બંધ થઇ ગયા. તેમને કહ્યું હતું કે સામાન્ય પ્રજાને શક્તિ આપવી જોઇએ. અમારું રાજકારણ તમારું રાજકારણ છે, અમારી લડાઇ તમારી લડાઇ છે.

rahul-gandhi

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પ્રહાર કરતાં કહ્યું હતું કે અમે આરએસએસમાં અમારો સમય વિતાવ્યો નથી. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ એક પાર્ટી નથીએ વિચારધારા છે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની મૂર્તિ બનાવવાની હવા નિકાળતાં કહ્યું હતું કે અમે વાતો કરતાં નથી, અમારા દિલમાં વસે છે સરદાર પટેલ અને ગાંધીની અને તેમની વિચારધારા અમારા મગજમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે બધાની ઇજ્જત કરીએ છીએ ચાવાળાની અને દરેક ધંધાના લોકોની પણ તેમની ઇજ્જત નથી કરતાં જે મૂર્ખ બનાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધીજીને મારવા પાછળ આરએસએસની વિચારધારા હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના મોત બાદ સરદાર પટેલ આરએસએસ પર બેન લગાવવા માંગતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ ગરીબો માટે કામ કરે છે અને અમે 14 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા. ગુજરાતનો વિકાસ અહીંની પ્રજાના પરસેવાથી થયો છે, કોઇ એક વ્યક્તિના કામથી નહી.

ભાજપ આખા દેશમાં જાય છે અને ભ્રષ્ટાચારની વાતો કરે છે. તેમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી. કોંગ્રેસે આરટીઆઇનો કાયદો આપ્યો, આખા દેશમાં લાગૂ થયો. 10 કમિશ્નર હોવા જોઇએ, અને કેટલા છે. લોકપાલ બિલ કોણે પાસ કરાવ્યું, કોંગ્રેસે પાસ કરાવ્યું. અહી લોકાયુક્ત છે, તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 40 કરોડ રૂપિયા સરકારે બરબાદ કર્યા.

ખેડૂતો કરી રહ્યાં છે આત્મહત્યા

ખેડૂતોની વાત કરીએ તો કરોડો રૂપિયાનું દેવું કોંગ્રેસે માફ કર્યું. અહીં શું થાય છે, 6000 ખેડૂતોએ આત્મહત્યા કરી. ખેડૂતો આવીને કહે છે કે અમને ગુજરાતમાંથી કાઢવામાં આવે છે. 70 કરોડ રૂપિયાનું દેવું અમે માફ કર્યું, અહીં 170 હજાર કરોડનું દેવું ખેડૂતોના માથે છે.

ગુજરાત કેવી રીતે ચમકી રહ્યું છે, અમીરોની સરકાર ચાલે છે, જહાજ ઉડી રહ્યાં છે, ખેડૂતો મરી રહ્યાં છે, ગરીબ ભૂખ્યો છે. આ લોકો 11 રૂપિયાની ગરીબી રેખા નક્કી કરે છે. શિક્ષણ વાત હોય છે તો અહીંયા 13 હજાર સરકારી સ્કુલો ગુજરાતમાં બંધ થઇ. અહીંની સ્કૂલ બંધ થઇ કોઇએ એક શબ્દ ન કહ્યો.

અમે તમેને આરટીઆઇ, મનરેગા, ભોજનનો અધિકાર આપ્યો. અમારી વિચારસણી છે કે જ્યાં સુધી તમે શક્તિ પ્રાપ્ત કરશો નહી ત્યાં સુધી દેશ આગળ વધશે નહી. અહીં એક આદમીને શક્તિ આપવામાં આવે છે. વિધાનસભા દસ પંદર દિવસ ચાલે અને બંધ થઇ જાય છે. અહીં ચૂંટાયેલા લોકો સરકાર ચલાવે છે. ખેડૂતોની લડાઇ અમારી લડાઇ છે. ગુજરાતમાં ગરીબોની સરકાર નથી, નબળા લોકોની સરકાર નથી, તમારો અવાજ અહીંયા કોઇને સંભળાતો નથી.

ગુજરાતમાં જો વિકાસ છે, પ્રગતિ છે, તો ગુજરાતની પ્રજાના પરસેવાથી પ્રગતિ થઇ છે. અહીં એક વ્યક્તિએ વિકાસ કર્યો નથી. ગુજરાતની જનતાએ કામ કર્યું છે અને તે બધી ક્રેડિટ લઇ જાય છે. અહીં ગરીબોની સરકારની જરૂરિયાત છે, આમ આદમીની સરકારની જરૂરિયાત છે.

મેં ઘણીવાર સાંભળ્યું છે કે જે ચા બનાવે છે તો ખાસ હોય છે. આખું ભારત ચા બનાવનાર ઇજ્જત કરે છે, ખેડૂતોની ઇજ્જત કરે છે, મજૂરની ઇજ્જત કરવાની છે. પરંતુ જે મૂર્ખ બનાવે છે. તેની ઇજ્જત કરવાની નથી.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/jMM-H_BBar0" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Congress vice-president Rahul Gandhi took on Gujarat Chief Minister Narendra Modi on his home turf in Gujarat and said that the ideology of RSS killed the Father of the Nation, Mahatma Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.