• search

રન ધ રણ: ગુજરાતમાં યોજાશે ભારતની સૌથી અનોખી ફૂટ રેસ, જુઓ તસવીરો

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 6 જાન્યુઆરી: " "રન ધ રણ" એ ભારતની સૌપ્રથમ ડેઝર્ટ અલ્ટ્રા ટ્રેલ દોડ છે જે ગુજરાતમાં ધોળાવિરા ખાતે આવેલા કચ્છના મોટારણમાં યોજાય છે. પર્યટનવિભાગ, ગુજરાત સરકાર તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતે આ રેસને સહયોગ જાહેર કર્યો છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ ઈવન્ટ છે જેમાં દેશ-વિદેશના આશરે ૧૫૦થી વધુ રમતવીરો ઉપરાંત પત્રકારો અને રમતનાચાહકો ભાગ લેશે.

  કચ્છમાં આવેલા રમણીય ખદીર બેટમાં સ્થિત ધોળાવીરાએ એક ઐતિહાસિક શહેર છે અને પુરાતત્વનો વિપુલ ખજાનો ધરાવે છે, જેનીદંતકથાઓ અને રહસ્યો તેની સુંદરતામાં વધારો કરે છે. સિંધુખીણ સંસ્કૃતિના છઠ્ઠા સૌથી મોટાનગર તરીકે પ્રસિદ્ધ ધોળાવીરા શહેર ઈજિપ્શિયન પિરામિડ કરતાં પણ વધુ પ્રાચીન છે. જે પ્રાચીન સમયમાં પાંગરેલી શિસ્તબદ્ધ શહેરી જીવન સંસ્કૃતિના અવશેષો દર્શાવે છે. કુદરતી સૌંદર્ય ધરાવતું ધોળાવીરા એડવેન્ચર સ્પોર્ટ માટે દેશના સૌથી આદર્શ સ્થળો પૈકીનું એક છે.

  તમારા મનને મોહી લે તેવી મહાત્મા મંદિરની તસવીરી ઝલક

  આ રેસ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિવિધ પર્યટન સ્થળોને આગવી ઓળખ સાથે વિકસાવી તેમને પ્રોત્સાહન આપવાના વિઝનને અનુરૂપ છે. ધોળાવીરા એ એક એવું સ્થળ છે જ્યાં સ્પોર્ટ ટુરિઝમ અને ઈકો-ટુરિઝમ બંને રન ધ રણ જેવી સાહસિક રમતોના આયોજન દ્વારા વિકસાવી શકાય તેમ છે. આ ઈવેન્ટની બીજી આવૃત્તિની સાથે ધોળાવીરા અને ગુજરાત બંને સાહસિક રમતો તથા પર્યટન માટે વિશ્વના આદર્શ સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યાં છે.

  પર્યટન સ્થળોને આગવી ઓળખ આપવા

  પર્યટન સ્થળોને આગવી ઓળખ આપવા

  આ રેસ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિવિધ પર્યટન સ્થળોને આગવી ઓળખ સાથે વિકસાવી તેમને પ્રોત્સાહન આપવાના વિઝનને અનુરૂપ છે.

  ધોળાવીરા સ્પોર્ટ ટુરિઝમ અને ઈકો-ટુરિઝમ

  ધોળાવીરા સ્પોર્ટ ટુરિઝમ અને ઈકો-ટુરિઝમ

  ધોળાવીરા એ એક એવું સ્થળ છે જ્યાં સ્પોર્ટ ટુરિઝમ અને ઈકો-ટુરિઝમ બંને રન ધ રણ જેવી સાહસિક રમતોના આયોજન દ્વારા વિકસાવી શકાય તેમ છે.

  ધોળાવીરા પર્યટન માટે વિશ્વનું આદર્શ સ્થળ

  ધોળાવીરા પર્યટન માટે વિશ્વનું આદર્શ સ્થળ

  આ ઈવેન્ટની બીજી આવૃત્તિની સાથે ધોળાવીરા અને ગુજરાત બંને સાહસિક રમતો તથા પર્યટન માટે વિશ્વના આદર્શ સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યાં છે.

  અલ્ટ્રાટેઈલ ફૂટ રેસ

  અલ્ટ્રાટેઈલ ફૂટ રેસ

  રન ધ રણ એ એક અલ્ટ્રાટેઈલ ફૂટ રેસ છે. રન ધ રણની પ્રથમ આવૃત્તિમાં ૩ રેસ હતી. જેમાં ૨૧ કિ.મી., ૪૨ કિ.મી અને ૧૦૧ કિ.મી.ની રેસનું આયોજન કરાયું હતું. જ્યારે બીજી આવૃત્તિમાં ૧૬૧ કિ.મી.(૧૦૦ માઈલ્સ)નો સમાવેશ કરાયો છે. આ સેગમેન્ટ સમગ્ર ખદીર બેટ ટાપુને આવરી લેશે.

  અલ્ટ્રાટેઈલ ફૂટ રેસ

  અલ્ટ્રાટેઈલ ફૂટ રેસ

  ૧૦૧ કિ.મી. અને ૧૬૧ કિ.મી. રેસ જીપીએસ નેવિગેટેડ રેસ રહેશે જેથી આ રૂટ પર કોઈ માર્ગ ચિહ્નો નહીં મૂકવામાં આવે. દોડવીરોએ તેમની સમજ, અનુભવ અને ટેક્નોલોજીના આધારે જ આ રેસ પૂરી કરવાની રહેશે.

  દેશ-વિદેશના દોડવીરો ભાગ લેશે

  દેશ-વિદેશના દોડવીરો ભાગ લેશે

  સ્પર્ધામાં ભાગ લેનારાઓમાં દેશ-વિદેશના એમેચ્યોર અને પ્રોફેશ્નલ દોડવીરો એમ બંનેનો સમાવેશ થાય છે. સ્પર્ધાના વિવિધ સેગમેન્ટમાં ભાગ લેવા માટે વિશ્વના અગ્રણી અને જાણીતાં દોડવીરોએ પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઉપરાંત ભારતીય સશસ્ત્રદળ અને અર્ધ-સૈનિક દળો (બીએસએફ), ભારતીય એરફોર્સ તથા નેશનલ સિક્યુરિટી ગાર્ડના સભ્યો પણ તેમાં ભાગ લેશે.

  આંતરરાષ્ટ્રીય મીડિયાનું આકર્ષ્યું ધ્યાન

  આંતરરાષ્ટ્રીય મીડિયાનું આકર્ષ્યું ધ્યાન

  રન ધ રણની પ્રથમ આવૃત્તિએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, બ્લોગ્સનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મેળવી હતી. જેમાં રનર્સ વર્લ્ડ,-સ્વીડન, ધ નેધરલેન્ડ્સ, સ્પેન, મેક્સિકો, જર્મની અને ઈટાલી, રનર્સ મેગેઝિન- ગ્રીસ, રનિંગમંકી,-યુકે સ્થિત દોડની રમત પર આધરિત વેબસાઈટ, ધ એજ- ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું દૈનિક, અલ્ટ્રા રનિંગ મેગેઝિન- અમેરિકા, irunfar.com , અમેરિકા, એસ્પિરિટ ટ્રેઈલ મેગેઝિન, ફ્રાન્સ વગેરેએ આ સ્પર્ધાને કવર કરવા કચ્છના મોટારણની મુલાકાત લીધી હતી.

  ફ્રાંસના અનુભવી દોડવીર

  ફ્રાંસના અનુભવી દોડવીર

  આ સ્પર્ધાના રેસ ડિરેક્ટર ગેલ કુટુરિયર છે જેઓ મૂળ ફ્રાન્સના છે અને અનુભવી અલ્ટ્રા ટ્રેઈલરનર અને શક્તિશાળી રમતવીર છે. આ સ્પર્ધાનું આયોજન અપહીલ ઈએમજી દ્વારા અને સહઆયોજન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(સીઆઈઆઈ) દ્વારા કરાઈ રહ્યું છે.

  વિવિધ કોર્પોરેટ ગૃહો તરફથી સહયોગ

  વિવિધ કોર્પોરેટ ગૃહો તરફથી સહયોગ

  તેમને વિવિધ કોર્પોરેટ ગૃહો તરફથી સહયોગ સાંપડ્યો છે. જેમાં ગારમિન, રેઈડલાઈટ, રનિંગ મંકી, રાઈટ-બાઈટ, ડેકાથેલોન, યંગ ઈન્ડિયન્સ, અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ એસોસિયેશન વગેરેનો સમાવેશ થાય છે. જેઓ ભારતની આ સૌથી અનોખી ફૂટ રેસને સાથે મળીને સફળ બનાવશે.

  ધોળાવીરા એક ઐતિહાસિક શહેર

  ધોળાવીરા એક ઐતિહાસિક શહેર

  કચ્છમાં આવેલા રમણીય ખદીર બેટમાં સ્થિત ધોળાવીરાએ એક ઐતિહાસિક શહેર છે અને પુરાતત્વનો વિપુલ ખજાનો ધરાવે છે.

  સિંધુખીણ સંસ્કૃતિના છઠ્ઠા સૌથી મોટાનગર તરીકે પ્રસિદ્ધ ધોળાવીરા

  સિંધુખીણ સંસ્કૃતિના છઠ્ઠા સૌથી મોટાનગર તરીકે પ્રસિદ્ધ ધોળાવીરા

  સિંધુખીણ સંસ્કૃતિના છઠ્ઠા સૌથી મોટાનગર તરીકે પ્રસિદ્ધ ધોળાવીરા શહેર ઈજિપ્શિયન પિરામિડ કરતાં પણ વધુ પ્રાચીન છે. જે પ્રાચીન સમયમાં પાંગરેલી શિસ્તબદ્ધ શહેરી જીવન સંસ્કૃતિના અવશેષો દર્શાવે છે.

  કુદરતી સૌંદર્ય ધરાવતું ધોળાવીરા એડવેન્ચર સ્પોર્ટ

  કુદરતી સૌંદર્ય ધરાવતું ધોળાવીરા એડવેન્ચર સ્પોર્ટ

  કુદરતી સૌંદર્ય ધરાવતું ધોળાવીરા એડવેન્ચર સ્પોર્ટ માટે દેશના સૌથી આદર્શ સ્થળો પૈકીનું એક છે.

  "રન ધ રણ"

  "રન ધ રણ"ની આવૃત્તિ 6 અને 7મી ફેબ્રુઆરીના રોજ થરૂ થશે.

  7 દેશોના દોડવીરો

  7 દેશોના દોડવીરો

  "રન ધ રણ"માં 7 દેશોના 15 થી 17 વિદેશી દોડવીરો અને ભાગ લેશે. આ રેસ કુલ 125 દોડવીરો ભાગ લેશે.

  રન ફોર પેશન

  રન ફોર પેશન

  ''રન ફોર રણ'' દ્વારા સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી તેમજ કચ્છના ધોળાવીરાને દેશ-વિદેશમાં એડવેન્ચર સ્પોર્ટ તરીકે એક આગવી ઓળખ પ્રાપ્ત થશે.

  English summary
  ‘Run the Rann’ is India’s first ever desert ultra trail running event organized at Dholavira, in Gujarat’s Greater Rann of Kutch.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more