For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ભજન ગાયિકા પર રૂપિયાનો વરસાદ

ગુજરાતના નવસારી શહેરમાં એક ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભજન ગાયિકા પર લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના નવસારી શહેરમાં એક ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભજન ગાયિકા પર લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો. જેનો વિડિયો સોશીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આયોજનમાં ઉપસ્થિત વિજય બાપુ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભારતીય રૂપિયા જ નહી પણ અમેરિકાના ડોલરનો પણ ભજન ગાયિકા પર વરસાદ કરવામાં આવ્યો છે. બાપુએ કહ્યું હતું કે અમે ગભગ 8 થી 10 લાખ રૂપિયા એકત્ર કર્યા છે. આ રૂપિયાનો ઉપયોગ ગૌ-શાળામાં, ગરીબ બાળકોના અભ્યાસ માટે, ગરીબ ઘરની છોકરીઓના લગ્ન માટે તેમજ ભગવતી ધામના દેખભાળ માટે કરવામાં આવશે. મહત્વનું છે કે નોટોનો વર્ષાદ કરવામાં આવ્યો ત્યારે એનઆરઆઇ ભક્તો પણ આ ડાયરામાં હાજર હતા.

આ ધનનો ઉપયોગ સારા ઉદેશ્યથી કરવામાં આવશે

આ ધનનો ઉપયોગ સારા ઉદેશ્યથી કરવામાં આવશે

આ કાર્યાક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે આ રીતે એકત્ર કરવામાં આવેલા ધનને અમે પરોપકારી હેતુ માટે ઉપયોગ કરીશું જેમાં ગરીબ ઘરની છોકરીઓના લગ્ન માટે પણ ખર્ચ કરવામાં આવશે.

નોટોની ગણતરી માટે મશીનનો ઉપયોગ કર્યો

નોટોની ગણતરી માટે મશીનનો ઉપયોગ કર્યો

કાર્યક્રમના આયોજકોએ કહ્યું હતું કે આ મશીનમાં 10 રૂપિયાથી માંડીને 2000ની નોટોની ગણતરી કરવામાં આવી હતી. જેને અમે એક ટબમાં ભેગા કર્યા હતા અને લગભગ 8 થી 10 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.

10 રૂપિયાથી માંડી 2000 રૂપિયા સુધીની નોટો ભેગી કરી

10 રૂપિયાથી માંડી 2000 રૂપિયા સુધીની નોટો ભેગી કરી

આ દરમ્યાન ડાયરામાં ઉપસ્થિત લોકગાયિકા ગીતા રબારીએ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં 10 રૂપિયા થી લઇને 2000 રૂપિયા સુધીની નોટો ભેગી કરવામાં આવી છે. જેમાં અમેરીકી ડોલરનો પણ સમાવેશ થાય છે. આ પૈસાનો ઉપયોગ ગરીબ બાળકોના અભ્યાસ અને મંદિરના કાર્યો માટે થશે. જોકે આ ગુજરાતની પરંપરા પણ છે.

મહત્વનું છે કે આ પહેલી વાર નથી બન્યું કારણ કે ગુજરાતમાં અનેક વાર લગ્ન કે અન્ય પ્રસંગોમાં આ રીતે નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે પાછલા વર્ષની તો ગયા નવેમ્બર મહીનામાં જામનગરમાંથી એક આવોજ મામલો સામે આવ્યો હતો. જેમા કોઇક લગ્નપ્રસંગમાં નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં વરરાજા અને તેમના મીત્રોએ જમકર નોટોનો વરસાદ કર્યો હતો. તેનો વિડીયો પણ ખુબજ વાયલ થયો હતો.

આ પણ વાંચોઃ કેરળમાં કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટિ, ચીનના વુહાનથી આવ્યો હતો દર્દીઆ પણ વાંચોઃ કેરળમાં કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટિ, ચીનના વુહાનથી આવ્યો હતો દર્દી

English summary
Rupee rains on Bhajan singer in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X