કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરે વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભર્યુ

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકરે વિજય મૂહુર્તમાં ગાંધીનગર ખાતે નામાંકન ભર્યુ હતુ. રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થતા રાજ્ય સભાની ચૂંટણ 24 જુલાઇના રોજ યોજાશે. ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર ફરી રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે નામોની જાહેરાત થવાની બાકી છે.

s.jaishankar

પોતાનું નામાંકન ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવયુ હતુ કે, મને ફરી વાર ગજરાતમાંથી સાસંદ તરીકે પસંદ કરવામાટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતની જતનાનો આભાર માનુ છે.

છેલ્લા 9 વર્ષમાં દેશમાં ઘણા પરિોવર્તન આવ્યા છે. જેમા વિદેશી બાબતોમાં હજી વધારે સારુ કામ કરવામાટે તમામ પ્રયાસ કરીશ.

ભારતના પાડોશી રાષ્ટ્ર શ્રીલંકા, ભુદાન, નેપાળ, બાંગ્લાદેશ સાથે આપમો સારા સંબોધ છે. તેમની સાથે વપાર ધંધામાં પણ પ્રગતી થઇ રહી છે. તો બીજી તરફ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદને લઇને નિશાન સાધ્યુ હતુ.

છેલ્લા નવ વર્ષમાં પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સુરક્ષામાં વધારો થયો છે. મોદી સરકારે તમામ પ્રકારની લોકોને સુરક્ષા પુરી પાડી છે. ગત નવ વર્ષમાં જે પણ કામગીરી કરી છે તે સીધી જનતા સુધી પહોચાડી હોવાનું કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ .

કોગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેવદવારો ઉભા રાખવામાં નહી આવે તો ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ રાજ્યસભા માટે ચૂટાઇ આવશે. કોગ્રેસ પાસે પુરતા પ્રમાણમાં સંખ્યબળ નહી હોવાથી તે પોતાનો ઉમેદવાર નહી ઉભો રાખે. તેવી શક્યતા જોતા હાલ ભાજપના ત્રણ મેદવારોનું રાજ્યસભામાં જવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X