એસ.જયશંકર આજે રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરશે
ગુજરતમાં ત્રણ રાજ્યસભાની ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ.જયશંકર આજે ગાંધીનગર વિધાનસભા ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોચશે. વિદેશ મંત્રી એસ.જયશંક રવિવારે રાત્રે અમદાવદ ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાજપના નેતાઓએ સ્વાગત કર્યુ હત.

ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી બે ઉમેદવારોના નામોની જાહેરાત નથી કરવામાં આવી જેની ટુંક સમયમાં જાહેરતા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે 24 જુલાઇના રોજ મતદાન થશે. રાજ્યસભાની ચૂંટણી માટે કોગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ ઉમેદવાર ઉભી રાખવામાં નથી આવ્યા એટલા માટે ચૂંટણી બિન હરીફ જ થાય તેવી શક્યતા છે. જેથી મતદાન નહી થાય.












Click it and Unblock the Notifications
