પશુપાલકો સામે સાબર ડેરીએ નમતુ જોખ્યુ, ડેરીએ ભાવ આપવા તૈયારી દર્શાવી
સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલી રહેલો દૂધના ભાવનો વિવાદ અંતે શમ્યો છે. છેલ્લા બે દિવસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો દ્વારા દૂધ ભરાવાનું બંધ રાખવામાં આવ્યું હતું. જેના કારણે ડેરીમાં દૂધની આવક 26 લાખ લિટરમાંથી ઘટીને માત્ર 11 લાખ લિટર રહી ગઈ હતી.
દબાણમાં આવેલી સાબર ડેરી હવે પશુપાલકોની મુખ્ય માંગ માની છે અને દૂધનો ભાવ 990 મુજબ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે.

સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલે જણાવ્યું કે, પશુપાલકોને ગયા વર્ષે જેવો જ ભાવફેર મળશે. પહેલા જ ત્રીસ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે અને હવે વધારાના ત્રીસ રૂપિયા પણ ચુકવવામાં આવશે.
અત્યારસુધીનો સંપુર્ણ ઘટનાક્રમ
- દૂધના ભાવ મુદ્દે છેલ્લા બે દિવસથી પશુપાલકોની હડતાળ
- ડેરીમાં દૂધની આવકમાં 15 લાખ લિટરનો ઘટાડો નોંધાયો
- દબાણમાં આવી સાબર ડેરીએ પશુપાલકોની માગણી સ્વીકારી
- હવે દૂધનો ભાવ 990 પ્રમાણે ચૂકવાશે
- સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે
સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો આ સંઘર્ષ હવે શમતો જણાય છે. પશુપાલકોના સંઘઠિત અને આંદોલનાત્મક રણનિતિના કારણે ડેરીએ અંતે તેમની માંગ માની છે.
હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં આવા વિવાદો ટાળવા માટે ડેરી અને પશુપાલકો વચ્ચે કેવા નીતિગત પગલા ભરાય છે.












Click it and Unblock the Notifications
