For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંત સરોવર પાસે સાબરમતી નદીમાં પાણીની સપાટી વધવાની સંભાવના

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે પરોઢે ૫.૦૦ વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડાતાં સંત સરોવર પાસે સવારે ૭.૩૦ પછી આ વિપુલ જળરાશી આવવાની સંભાવના છે. ત્યારે સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે.

dam

આજે સવારે ૫.૦૦ વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યુ છે. એટલે ધરોઈના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થઈ છે. ગાંધીનગરમાં પાણીનો આવક વધવાની સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.

English summary
Sabarmati river water level rise possibility near Sant Sarovar in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X