For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરમતી સુરંગકાંડ : જેલ સુપરિટેન્ડેન્ટ સામે ચાર્જશીટ દાખલ

|
Google Oneindia Gujarati News

sabarmati-jail-escape
અમદાવાદ, 11 મે : ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનાર સાબરમતી જેલ સુરંગકાંડમાં શહેર ક્રાઈમબ્રાંચે જેલ સુપ્રરિટેન્ડેન્ટ પારધી સહિત નવ લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ક્રાઈમબ્રાંચ તમામ આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરી તેઓની પૂછપરછ કરી ધરપકડનો દોર શરૂ કરશે.

સાબરમતી જેલમાં કેદ અમદાવાદ બ્‍લાસ્‍ટના તેમજ ઈન્‍ડિયન મુજાહિદ્દીનનાં કેટલાંક ખૂંખાર આતંકવાદીઓ દ્વારા સાબરમતી જેલમાંથી ભાગવા માટે સુરંગ ખોદવામાં આવી હતી જેની જાણ જેલ તંત્રને થતાં જેલથી માંડી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધ્‍યો હતો પરંતુ ધટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ તંત્ર દ્વારા તાત્‍કાલિક તપાસ શહેર ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી.

શહેર ક્રાઈમબ્રાંચે તપાસનો દોર શરૂ કરતાં સુરંગ ખોદનારા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. બીજીબાજુ આટલી મોટી સુરંગ ખોદાઈ ગઈ ત્‍યાં સુધી જેલ તંત્રને કેમ જાણ ના થઈ તેમજ જેલ સત્તાધીશોની ભૂમિકા અંગે પણ ક્રાઈમબ્રાંચે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં જેલ સુપરિટેન્ડેન્ટ આર.જે.પારધી, વણકર તથા પરમારે ગંભીર બેદરકારી દાખવી હોવાનું પ્રકાશમાં આવ્‍યું હતું તેમજ તેઓએ સુરંગને એક મોટા પથ્‍થરથી બંધ કરી તેમજ ઉચ્‍ચ અધિકારીઓને મોડેથી જાણ કરી હોવાની બાબતો તપાસમાં જણાઈ આવી હતી.

દરમિયાનમાં ગઈકાલ રાત્રે શહેરક્રાઈમ બ્રાંચે જેલ સુપરિટેન્ડેન્ટ આર.જે.પારધી, વણકર, પરમાર તથા સાબરમતી જેલમાં હત્‍યાના ગુનામાં સજા ભોગવી રહેલાં આરોપી ધનશ્‍યામસિંહ વાધેલા તેમજ અન્‍ય પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. બીજીબાજુ પોલીસબેડામાં પારધી સહિતના અધિકારીઓની વહેલીતકે ધરપકડ થાય તેવી ચર્ચાએ જોર પકકડયું છે. જોકે શહેરક્રાઈમ બ્રાંચ તમામ આરોપીઓ સામે પહેલાં પુરાવા એકત્રિત કરશે અને ત્‍યારબાદ જ પૂછપરછ કરી ધરપકડનો દોર શરૂ કરશે.

English summary
Sabarmati Surangkand : Chargesheet filed against Jail Superintendent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X