અમદાવાદ: ગોલ્ફના મેદાન પર સચિને ફટકારી સિક્સર

સચિન તેન્ડુલકરે શિવ કપૂર, ગગનજીત ભુલ્લર, રિચી બીમ, રાહિલ ગંગજી અને રાઇસ ડેવિસ જેવા આંતરરાષ્ટ્રીય ગોલ્ફરોની હાજરીમાં ડ્રાઇવિંગ અને પુટીંગ કરી હતી. આ બધા ગોલ્ફરો અહીં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. કેંસવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં એક વિલાના માલિક સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે હું પહેલાં પણ ગોલ્ફ કોર્સને જોઇ ચુક્યો છું, પરંતુ કોઇ ટૂર્નામેન્ટ દરમિયાન ગોલ્ફ કોર્સની મુલાકાત એક નવો અનુભવ છે. મને ખૂબ જ મજા આવી ગઇ છે. સચિન તેન્ડુલકરે ડ્રાઇવિંગ રેન્જ પર લગભગ 25થી 30 બોલને હિટ કર્યા હતા અને એકપણ વાર તેમને શોટ મિસ કર્યો ન હતો.
ત્યારબાદ આ દિગ્ગજ બેસ્ટમેને શિવ કપૂર અને ગગનજીત ભુલ્લરની સાથે ટીમ બનાવીને પુટીંગ ચેલેન્જમાં રિચી બીમ, રાહિલ ગંગજી અને રાઇસ ડેવિસની ટીમ સાથે મુકાબલો કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તમે ગોલ્ફને ગંભીરતા પૂર્વક લેશો તો તેના જવાબમાં સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે મને રેકેટથી રમનારી રમતો પસંદ છે. હું ગોલ્ફ રમવા માટે યોગ્ય નથી. હાલમાં ક્રિકેટ પર મારું ધ્યાન કેન્દ્રિત છે. ભવિષ્યમાં કદાચ ગોલ્ફ રમવાનું આવડી જાય. સચિન તેન્ડુલકર ઉપરાંત મુંબઇના પૂર્વ ક્રિકેટર રાહુલ સાંઘવીએ ગોલ્ફમાં હાથ અજમાયો હતો. કેંસવિલે ગોલ્ફ લિવિંગે સચિન તેન્ડુલકરની ચેરિટેબલ સંસ્થાને એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.
સચિન તેન્ડુલકરને અમદાવાદ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. અને તેમજ અહીં મારા ઘણા મિત્રો પણ રહે છે. અમદાવાદ હંમેશા મારા હદયની નજીક રહેશે.












Click it and Unblock the Notifications
