કચ્છમાં સચિન તેંડુલકર, માંડવીના રાજમહેલની લીધી મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર બુધવારે વહેલી સવારે કચ્છ પહોંચ્યા હતા. સચિન તેંડુલકર અતે તેમની પત્ની અંજલિ સવારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. જો કે, સચિનની આ મુલાકાત સંપૂર્ણપણે વ્યક્તિગત હોવાથી ઘણાને નિરાશ થવું પડ્યું હતું. સચિન ભુજ એરપોર્ટથી સીધા માંડવી જવા ઉપડ્યા હતા. સચિન તેંડુલકર અન તેમનો પરિવાર કચ્છની એક દિવસીય મુલાકાતે છે અને તેઓ ગુરૂવારે સવારે મુંબઇ પરત ફરી જશે. માંડવીમાં સચિન તેંડુલકરે પત્ની અંજલિ સાથે રાજમહેલની મુલાકાત લીધી હતી.

sachin tendulkar

પ્રાપ્ત મહિતી અનુસાર સચિન તેંડુલકર પોતાના ચાર મિત્રો સાથે કચ્છ ફરવા આવ્યાં છે. તેઓ માંડવીના સેરેના બીચ રિસોર્ટમાં રોકાણ કરનાર છે. સચિન તેંડુલકરની આ મુલાકાત સંપૂર્ણપણ વ્યક્તિગત હોવાથી તેમની પ્રાઇવસી જળવાઇ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રિસોર્ટના સંચાલકોને પણ સચિને આ મામલે સ્પષ્ટ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. સચિન તેંડુલકર અને અંજિલની આ તસીવરો હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.

English summary
Sachin Tendulkar visited Rajmahel at Mandvi, Kuchch.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.