For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત અર્બુદા સેના દ્વારા સદભાવના યજ્ઞ અને મહાસંમેલન યોજાયુ!

અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા મહેસાણાના બાસણ મુકામે અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલના સમર્થનમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

મહેસાણા : અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા મહેસાણાના બાસણ મુકામે અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલના સમર્થનમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન કરાયું હતું. ચૌધરી સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં વિપુલ ચૌધરીને જલ્દી મુક્ત કરવાના ઉદ્દેશ સાથે યજ્ઞમાં હાજર રહી માં અર્બુદાને પ્રાથના કરી હતી. સંમેલનમાં સંત શિરોમણીના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

Sadbhavana Yajna

સભા સ્થળે અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અનુપસ્થિતિમાં સમાજનું પ્રતિક પાઘડી રાખી સંગઠિત થવાની કટિબદ્ધતા દેખાડી હતી. તેમજ અન્ય સમાજોમાં માલધારી સમાજ, ઠાકોર સમાજ તથા ઓબીસી સમાજ સહિતના સમાજે અર્બુદા સેનાને સમર્થન જાહેર કર્યું છે.

અર્બુદા માતાજીના પ્રાંગણમાં યોજાયેલા સદભાવના યજ્ઞ અને મહાસંમેલનમાં આંજણા ચૌધરી સમાજના લોકોના વિવિઘ પ્રશ્નો અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી અને તેમના પરિવાર પર જે આક્ષેપો કરી તેમને ચૂંટણી સમયે જે રીતે હેરાન કરવામાં આવે છે તેમજ જે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી છે તેનો વિરોધ કરાયો હતો. આ રીતે ધરપકડ એ સમગ્ર આંજણા ચૌધરી સમાજનું અપમાન સમાન છે. જે વાતને ચૌધરી સમાજ વખોડી કાઢે છે. તેમ મહેસાણા અર્બુદા સેનાના પ્રમુખ મોગજી ચોધરીએ કહ્યુ હતુ.

અર્બુદા ધામના ઝાખડ ઋષિ કે કહ્યું હતું કે, વિપુલ ચૌધરીની ધરપકડ કરી સમાજને જે તોડવાની પ્રયાસ કરાયો છે તે અયોગ્ય છે. ચૌધરી સમાજ એક છે નેક છે અને સંગઠીત છે. હવે ચૌધરી સમાજ જાગી ગયો છે. સાહેબ આતંકવાદી હતા? કે એમને રાત્રિની સમયે પકડ્યા? સરકાર જો વિપુલ ચૌધરીને 25 સપ્ટેમ્બર સુધી નહિ છોડે તો હું ગાંધીનગરમાં ઉપવાસ પર જઈશ.

English summary
Sadbhavana Yajna and Mahasammelan held by Gujarat Arbuda Sena in Mehsana!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X