સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફીલ ઝડપાઈ, 13 યુવકો અને 26 યુવતીઓ નશાની હાલતમાં ઝડપાઈ
અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રે યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો છે.
અહેવાલો અનુસાર, રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીએ પોતાના જન્મદિવસની ઉજવણી માટે પાર્ટી યોજી હતી, જેમાં 100થી વધુ લોકો હાજર હતા.

પોલીસે બાતમીના આધારે રિસોર્ટ પર દરોડો પાડી દારૂના નશાની હાલતમાં 13 યુવકો અને 26 યુવતીઓ સહિત કુલ 39થી વધુ લોકોને ઝડપી પાડ્યા છે. આ તમામને ચાર બસમાં બેસાડીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.
પાર્ટી દરમિયાન વિદેશી દારૂ, બિયર, હૂક્કા અને સિગરેટનો ખુલ્લેઆમ ઉપયોગ થઇ રહ્યો હતો. પોલીસએ ઘટનાસ્થળેથી અનેક મોંઘી કારો જપ્ત કરી છે જેમાં BMW, રેન્જ રોવર અને થાર જેવી લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળો પર રહી ગઈ છે. ગુજરાત મોડલમાં દારૂ હવે છડેચોક વેચાય છે. આ જ કારણ છે કે યુવાનો ખોટા રસ્તે વળી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
