બનાસ નદીમાં ભૂસ્તર વિભાગે ડ્રોનની મદદથી ખનીજ ચોરી ઝડપી
રાજ્યમાં ખાણ અને ખનીજ માફીયા બેકાબુ બનેલા છે, જંગલ અને નદીના તટ વિસ્તારમાં બેફામ બનીને રોયલ્ટી કે ટેક્સ ,ભર્યા સિવાય બેફામ ખોદકામ કરી રહ્યા છે. જ્યાં ઇજારદારોને બ્લોક્સ ફાળવણી કરવામાં આવેલા છે ત્યાં, રોયલ્ટી બચાવવા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે, ભૂસ્તર વિભાગ આંતરા સમયે સપાટો બોલાવી કેટલાક વાહનો કે સાધનો ઝડપી કાર્યવાહી કરતાં હોય છે.

આ રીતે, જ બનાસકાંઠા જિલ્લાના કુંપટ ગામ નજીક બનાસ નદીના પટ પર આકસ્મિક ડ્રોન સર્વેલન્સ કરીને વહેલી સવારે બાતમીના આધારે રેઇડ કરી હતી. સ્થળ પર પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં, એક હિટાચી મશીન, 2 રેતી ભરેલા ડમ્પર, 4 ખાલી ડમ્પર અને 2 ટેક્ટર મળાને કુલ 9 વાહનો કબજે લીધા હતા. આમ, ભૂસ્તર વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદથી આ બિન અધિકૃત ખોદકામ કરી રહેલા અને ખનીજ ચોરી કરી રહેલાં 9 વાહનો સહિત 1.60 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
સામાન્ય રીતે, ચોરી કરતાં રહેલાં નદી તટના વિસ્તારમાં આ ભૂમાફીયા વહિવટી તંત્ર સાથે પણ સાંઠગાંઠ ધરાવતાં હોય છે. ત્યારે, આ રીતે, ડ્રોન વડે સર્વેલન્સ કરીને ઓચિંતી રેડ પાડવાના કારણે તેમને ઝડપી શકાય છે. આ અંગે ભુસ્તર અધિકારી એસ.બી.જોશીએ જણાવ્યું હતું કે, ખનીજ ચોરી કરનાર તત્વો રેકી કરીને ચોરી કરવા નિકળતાં હોય છે, ડ્રોન સર્વેલન્સથી ખનીજ ચોરી ઝડપવામાં આસાની રહે છે.
ખનિજ ચોરીમાં ઉચ્ચ અધિકારીઓ સુધી સંકળાયેલા હોય છે, મોટા માથાંની પણ સંડોવણી હોવાના કારણે ઘણા ખનીજ ચોરીના મોટા પાયે ચાલતાં રેકેટમાં આ પ્રકારની રેઇડ કરવામાં આવતી નથી, જ્યારે કોઇ છુટક રેઇડ કરીને કામગીરી આટોપી તંત્ર મોટા કૌભાંડ પણ ક્યાંક છાવરતી હોય છે.












Click it and Unblock the Notifications
