આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની ડિપોઝીટ પણ જતના જપ્ત કરશે: સંદિપ પાત્રા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદિપ પાત્રાએ સુરતમાં પકડાયેલા 75 લાખના કૌભાંમાં સંપડાયેલા બી.એમ સંદિ અને ઉદય ગુર્જર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, તે રાહુલ ગાંધી અને અશોક ગેહલોતના અત્યંત નજીકના છે. આમા આદમી પાર્ટી માત્ર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદિપ પાત્રાએ સુરતમાં પકડાયેલા 75 લાખના કૌભાંમાં સંપડાયેલા બી.એમ સંદિ અને ઉદય ગુર્જર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, તે રાહુલ ગાંધી અને અશોક ગેહલોતના અત્યંત નજીકના છે. આમા આદમી પાર્ટી માત્ર ફેસબુક પર હવા ચાલે છે. ગુજરાતની જનતા કેજરીવાલને સિંગલ ડીજીટ સીટ આપે તોય બહુ કેહવા અને તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સહિતના લોકોની ડિપોઝીટ જપ્ત થશે.

SANDIP PATRA

ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧લી ડિસેમ્બર અને તા. ૫મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં કોઇ શંકા નથી કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે નથી મહેનત કે નથી પરસેવો. કોંગ્રેસના કોઇ લીડર ચૂંટણી પ્રચારમાં આવ્યાં નથી અને એટલે જ સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હાર ભાળી ગઇ છે અને તેમને પણ ખબર છે આ વખતની ચૂંટણીમાં તેમને ડબલ ડિઝીટમાં સીટો મળે તો પણ ઘણું છે. ગુજરાતના સપૂત આજે વિશ્વ કક્ષાએ સ્થાપિત થઇ ગયા છે અને વિશ્વના તમામ રાષ્ટ્રો તેમનું નેતૃત્વ સ્વિકારવા તૈયાર છે અને એટલે તેઓ માત્ર ગુજરાત કે ભારત દેશના નેતા નહીં પરંતુ સમગ્ર વિશ્વના નેતા સાબિત થયાં છે.

સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવાર થી ન્યુઝ ચેનલોમાં પી.ઓે.કે. વિશે ચર્ચા ચાલે છે. કોંગ્રેસે ક્યારેય દેશના જવાનો ઉપર વિશ્વાસ નથી કર્યો. દેશના જવાનોએ પોતાની જાતની ચિંતા કર્યા વગર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે આ જ કોંગ્રેસે સાબીતી માંગી હતી. જે લોકો ભારત વિશે ઝહેર ઓકે છે ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીના છે તેવું જનતા પણ જાણે છે. જ્યાં કોંગ્રેસ ત્યાં ભ્રષ્ટૃાચાર અને જ્યાં વિકાસ ત્યાં ભાજપા. આજે સુરતમાં થયેલ રૂ. ૭૫ લાખના કૌભાંડમાં સંડોવાયેલ બી. એમ. સંદિપ અને ઉદય ગુર્જર કે જેઓ રાહુલ ગાંધીના અને અશોક ગેહલોતના અત્યંત નજીકના માણસો ગણવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ કેટલી બોખલાઇ છે તેનો અંદાજ રાજ્યની જનતા જાણી ચૂકી છે.

સંબિત પાત્રાજી એ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો નથી એટલા માટે જ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને નમન કરવાનું મન થાય છે. કોંગ્રેસ પાર્ટી આ લોકતંત્રના મહાપર્વમાં સૌથી ઓછી સીટો મેળવવાનો રેકોર્ડ બનાવવા જઇ રહી છે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી વતી ૧૦૦ ટકા વિકાસ અને ૧૦૦ ટકા મતદાનના મંત્ર સાથે મતદાન કરવા અપીલ કરી હતી.

સંબિત પાત્રાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી તેઓની ગુજરાતમાં હાર નક્કી છે તે જાણી ચૂકી છે અને એટલા માટે જ તેઓ કે તેમના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતાં નથી. રાહુલ ગાંધીની જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં ભારત જોડો યાત્ર જવાની નથી કારણ કે તેઓ જાણે છે યાત્રા ત્યાં લઇ જવાનો કોઇ અર્થ નથી. ગુજરાતની જનતા જાણે છે કે અરવિંદ કેજરીવાલની માત્ર ફેસબુકમાં જ હવા ચાલે છે ગુજરાતની ધરતી પર તેઓની ક્યાંય હવા ચાલતી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં અરવિંદ કેજરીવાલને સિંગલ ડિઝીટમાં સીટ આપે તો પણ બહુ કહેવાય કારણ કે તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સહિત તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુજરાતની જનતા આંચકી લેવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X