For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય જોશીએ ભાજપના ઉપેક્ષિત નેતાઓની મુલાકાત લીધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sanjay-joshi
અમદાવાદ, 15 ઑક્ટોબર: નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વરિષ્ટ પ્રચારક તેમજ ભાજપ નેતા સંજય જોશીના ગુજરાત પ્રવાસને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી વિરોધીઓ સાથે સંજય જોશીની મુલાકાત મોદીના સમર્થકોને પસંદ આવતી નથી. સંજય જોશી વિવેકાનંદના વિચારો પર વ્યાખ્યાન આપવા માટે ગુજરાત આવ્યાં છે.

મોદીની જીદ પર ભાજપની મુંબઇ કાર્યકારી બેઠકમાંથી બહાર કાઢ્યા બાદ ગુજરાતના રાજકારણમાં સંજય જોશીનું મહત્વ વધી ગયું છે. છેલ્લાં ત્રણ મહિનાથી ગુજરાતમાં સક્રિય બનેલા સંજય જોશી રવિવારે મોદીના વિરોધી ભાજપના ધારાસભ્યના ભાવિન શેઠના ઘરે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તે સુરત જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમને વિવેકાનંદના વિચારો પર આપેલા વ્યાખ્યાનમાં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રવાદના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતા.

બે દિવસીય પ્રવાસ દરમિયન સંજય જોશી રાજ્યની નવ વિધાનસભાની મુલાકાત લેવાના છે. આ પહેલાં તે વડોદરા, ખેડા, ભરૂચ, પંચમહાલ અને આણંદના સમર્થકોને મળ્યાં હતાં. તે ઉત્તર ગુજરાતના મોડાસાની પણ મુલાકાત લઇ ચૂક્યાં છે. જોકે મોદી અને ગુજરાતના રાજકારણ અંગે ખુલીને ન બોલતાં નથી પરંતુ ચૂંટણી પહેલાં રાજ્યમાં તેમની સક્રિયતાથી સ્પષ્ટ થાય છે કે મોદીના મૂળિયા કાપી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તે ભાજપના એવા નેતાઓ સાથે મુલાકાત યોજી રહ્યાં છે જે ભાજપથી છૂટા પડી ગયાં છે. સંજય જોશી પોતાના સમર્થકોને કેશુભાઇને મદદ કરવાનો ઇશારો કરી ચૂક્યાં છે. ભાજપથી છૂટા પડ્યા બાદ કેશુભાઇ પટેલે પોતાની નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવીને ચૂંટણીમાં ઉતર્યા છે.

English summary
Former BJP general secretary and Narendra Modi's bete noir Sanjay Joshi on Sunday attended a series of meetings in Gujarat where many state party leaders apparently sidelined by the chief minister were present.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X