Gujarat Monsoon: સરદાર સરોવર ડેમમાં 91.26% ભરાયો, રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ પર
Sardar Sarovar Dam: ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26% જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે.

ગુજરાતના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Monsoon 2025: રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ પર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87% જેટલો છે. રાજ્યમાં તા.1-6-2025થી અત્યાર સુધીમાં 5,598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે 1045 લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં 12 એન.ડી. આર.એફની અને 22 એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેતી અત્યંત જરુરી એવા અનેક ડેમો આ વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે, ત્યારે ખેતી માટે જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં 2,28,566 ક્યુસેક પાણીની આવક થતા ડેમ હાલ 92% ભરાયો છે, જેના કારણે નર્મદા ડેમની ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની સામે હાલ 136 મીટર પર પહોંચી છે. જેથી ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 2.68 મીટર બાકી હોવાની સ્થિતિને ધ્યાને લઈને સરદાર સરોવર ડેમના 15 જેટલા ગેટ ખોલી કુલ 1,67,274 ક્યુસેક જેટલું પાણી હાલમાં નર્મદા નદીમાં છોડાયું છે અને હાલમાં પણ આ ડેમના 10 દરવાજા 1.45 મીટર ખુલ્લા છે.
ગુજરાતમાં 102.89% વરસાદ નોંધાયો
હાલ ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89% જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 106.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34%, સૌરાષ્ટ્રમાં 91.29% અને દક્ષિણમાં 107.99% જેટલો વરસાદ નોધાયો છે. તો બીજી તરફ રાજ્યભરના ડેમ આ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતો ખેડૂતો માટે એક ખુશીની વાત પણ સામે આવી છે.
વલસાડ જિલ્લામાં સતત પાંચ દિવસની આ વરસાદી માહોલ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલા વરસાદ કપરાડામાં ખાબક્યા બાદ પણ આજે આ વરસાદનો કહેર યથાવત છે. જેના કારણે જિલ્લામાં સ્થિત નાના મોટા તમામ જળાશયો છલોછલ પાણીથી હિલોળે ચડ્યા છે, તો નદીઓ પણ રૌદ્ર સ્વપુર ધારણ કરીને બે કાંઠે વહી રહી છે.
રાજ્યની આસપાસ બનેલી વરસાદી સિસ્ટમની અસરથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે, આ કારણે હવામાન વિભાગે પોર્ટ વોર્નિંગ સાથે 3 દિવસ માટે શનિવારે માછીમારોને પણ ચેતવણી આપી હતી. 6, 7 અને 8 સપ્ટેમ્બર માટે ફિશરમેન વોર્નિંગ અપાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે, પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને ઝાટકાનો પવન 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
8 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
