Sardar sarovar dam : સરદાર સરોવર નર્મદા ડેમમાં 75 ટકાથી વધુ પાણી, 5 દરવાજા 2 મીટર ખોલાયા
Sardar sarovar dam : ગુજરાતમાં સારા વરસાદને કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ 75 ટકા ભરાયો છે. આજે આ વર્ષે પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
આજે બપોરે 1 વાગ્યા સુધીમાં ડેમમાં 75% થી વધુ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે અને હાલ નર્મદા નદીમાં 4.22 લાખ ક્યુસેકથી વધુ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

ડેમમાંથી 85,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને નહેરમાં પણ વધારાનો 4,190 ક્યુસેક પાણીનો પ્રવાહ ચાલુ છે. આમ કુલ મળીને આશરે 90,000 ક્યુસેક પાણી ડેમાંથી છોડાઈ રહ્યું છે.
જો કે ડેમના દરવાજા ખોલાયા છે પરંતુ ભરૂચ સહિતના નિંચાણવાળા વિસ્તારો માટે હાલ ચિંતાની કોઈ સ્થિતી નથી. આ નિયંત્રિત પ્રવાહ ભવિષ્યમાં સંભવિત પૂરની સ્થિતિને ટાળવા માટે અત્યંત જરૂરી છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત રહે તે સુનિશ્ચિત કરવા માટે દરવાજા ખોલાયા છે.
આજે નર્મદા ડેમના કુલ પાંચ દરવાજા 2 મીટરની ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિના સુધીમાં ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ જળાશય સપાટી પ્રાપ્ત કરે છે. ડેમની કુલ ડિઝાઇન ક્ષમતા 9460 MCM (મિલિયન ક્યુબિક મીટર) છે, જ્યારે હાલમાં તેમાં 7151.67 MCM પાણીનો સંગ્રહ થયેલો છે.












Click it and Unblock the Notifications
