Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 4 મીટર દુર, 9 દરવાજા 1.5 મીટર ખોલાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 4 મીટર બાકી છે.

સરદાર સરોવર ડેમની સપાટી 11 ઓગસ્ટે સવારે 10 વાગ્યા સુધીમાં 134.68 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની ભારે આવકને જોતા 9 દરવાજા ખોલી દેવાયા છે.

Sardar Sarovar Dam

11 ઓગસ્ટે વહેલી સવારે જ નર્મદા નદીમાં પાણી છોડવા માટે 9 દરવાજા 1.5 મીટર ખોલી દેવાયા છે. હાલ જેમમાંથી નદીના પટમાં 1.34 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, આ સિઝનમાં પહેલી વખત સરદાર સરોવર ડેમના દરવાદા ખોલાયા છે. હાલ ડેમની સપાટી 134 મીટરને પાર પહોંચી છે અને બહુ જલ્દી ડેમ પુરો ભરાઈ શકે છે.

11 ઓગસ્ટે સવારે 10 વાગ્યાના આંકડા અનુસાર, ડેમમાં 87.33 ટકા જળ સંગ્રહ સાથે સ્તર 134.84 મીટર હતું. ડેમમાં 3.33 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ પછી નદીમાં 1.34 લાખ ક્યુસેક અને નહેરમાં 15,000 ક્યુસેપ પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ભરૂચ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે પરંતુ હાલના તબક્કે નર્મદા નદીમાં પાણીનું સ્તર જોખમના નિશાનને પાર કરે તેવી કોઈ શક્યતા નથી.

હાલ સરદાર સરોવર ડેમની સ્થિતીને જોતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામોમાં એલર્ટ કરાયા છે અને અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ગામોના તલાટીઓ અને લાયઝન અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા આદેશ કરાયા છે. આ સિવાય લોકો માટે 1077 હેલ્પલાઈન નંબર જારી કરાયો છે.

ગુજરાત સરકારના જણાવ્યા અનુસારસ ઉપરવાસમાં સતત વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસના છ યુનિટ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X