ભયજનક સપાટી તરફ સરદાર સરોવર ડેમ, છેલ્લા 24 કલાકમાં 2.85 મીટર સપાટીમાં વધારો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમ ઝડપથી ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યો છે.

લેટેસ્ટ આંકડા અનુસાર, સરદાર સરોવર ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2.85 મીટરનો મોટો વધારો થયો છે. હાલ જે રીતે ડેમમાં પાણીની આવક થઈ રહી છે તેને જોતા ડેમ ઝડપથી ઓવર ફ્લો થઈ શકે છે.

Sardar Sarovar Dam

હાલની સપાટી વિશે વાત કરીએ તો 10 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડેમની સપાટી 133.26 મીટર પર પહોંચી છે અને સતત વધારો થઈ રહ્યો છે.

ડેમમાં હાલ ઉપરવાસમાંથી 3,88,683 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાંથી 43,897 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, હાલની સ્થિતીએ ડેમમાં 80 ટકા પાણી છે અને બહુ જલ્દી ડેમ પુરો ભરાઈ શકે છે. ડેમ ભરાવાની સ્થિતીમાં ભરૂચ જેવા શહેરો માટે મુશ્કેલી વધી શકે છે. જણાવી દઈએ કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X