Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ, ડોલવણમાં સૌથી વધુ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આ 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણમાં સૌથી વધુ 6.46 ઈંચ વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદવાળા તાલુકા
- ડોલવણ (તાપી) : 6.46 ઈંચ
- બારડોલી (સુરત) : 5.31 ઈંચ
- વાલોદ (તાપી) : 5 ઈંચ
- લુણાવાડા (મહીસાગર) અને કડાણા (મહીસાગર) : બંનેમાં 4.41 ઈંચ
- સોનગઢ (તાપી) અને ધનસુરા (અરવલ્લી) : બંનેમાં 4.37 ઈંચ
- ગણદેવી (નવસારી) : 4.21 ઈંચ
- ખેરગામ (વલસાડ) : 4.09 ઈંચ
રાજ્યના કુલ 98 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ, 50 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ અને 23 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુ બીજી તરફ ઘણા પાકોમાં નુકસાનની પણ ભીતી છે. કપાસ જેવા પાકો માટે આ વરસાદ આફત સર્જી શકે છે.












Click it and Unblock the Notifications
