Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતઃ ચોટીલામાં ગરબા જોઈ રહેલ સરપંચના પતિની જાહેરમાં ગોળી મારી હત્યા

ગુજરાતમાં રાજકોટના ચોટીલા સ્થિત જીવાપર ગામમાં એક સરપંચના પતિને ગોળી મારી દેવામાં આવી.

ગુજરાતમાં રાજકોટના ચોટીલા સ્થિત જીવાપર ગામમાં એક સરપંચના પતિને ગોળી મારી દેવામાં આવી. અંગત અદાવતમાં એક વ્યક્તિએ સરપંચના પતિને નવરાત્રિના ગરબા સમયે નિશાન બનાવ્યા. ગોળી વાગતા જ પીડિત બેભાન થઈ ગયા. લોકો તેમને ઈલાજ માટે હોસ્પિટલ લઈ ગયા. જો કે ઉપચાર મળતા પહેલા જ તેમનો જીવ જતો રહ્યો. મૃતકની ઓળખ ભરતભાઈ તરીકે થઈ છે. તેમની પત્ની રેખાબેન પરાલિયા સરપંચ તરીકે કાર્યરત છે. મૃતકની લાશનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે.

bharatbhai rajkot

મળતી માહિતી મુજબ બે વર્ષ પહેલા મૃતક ભરતભાઈ પરાલિયા અને હત્યાના આરોપી રાજા પરાલિયા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી રાજા પરાલિયા તેને મારવાની યોજના બનાવી રહ્યો હતો. જો કે ભરતભાઈ તેને એકલા મળતા નહોતા. ગઈ રાતે ગરબા દરમિયાન રાજા પરાલિયા બંદૂક સાથે ત્યાં પહોંચી ગયા. કોઈના કંઈ સમજતા પહેલા જ તેણે ભરતભાઈને ગોળી મારી દીધી. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયા.

આ રીતે જાહેરમાં થયેલી હત્યાથી ત્યાં હાજર ભીડ પણ ચોંકી ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ગોળી ઘણી નજીકથી મારવામાં આવી. ભરતભાઈ પરાલિયાનુ શરીર લોહીલુહાણ થઈ ગયુ હતુ. ગામના સરપંચની ફરિયાદના આધારે પોલિસે હત્યાના આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X