For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ભાવનગર ખાતે બનશે

ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે થાપનાથ મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચૂટણીની જાહેરાત પહેલા તમામ પ્રકારના ખાતમુહૂર્ત અને લોકાર્

|
Google Oneindia Gujarati News

ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે થાપનાથ મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચૂટણીની જાહેરાત પહેલા તમામ પ્રકારના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ પૂર્ણ કરી દેવા માંગે છે તેને લઇને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થઇ રહ્યા છે.

JITU VAGHANI

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અનેક પ્રવાસનના સ્થળોનો વિકાસની દિશામાં આગળ વધારી રહ્યું છે. બોરતાળવ એ ભાવનગરનું એક નજરાણું છે કે જેમાં વાર તહેવારે લોકો ફરવા માટે આવતા હોય છે. સૌની યોજના થકી નર્મદા નદીનું આશરે ૨૦૦ કરોડ લીટર જેટલા પાણીનો સંગ્રહ બોરતળાવમાં કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન (ફુવારો) બનાવવામાં આવનાર છે. જે ભાવેણાની યશકલગીમાં નવું નજરાણું બની રહેશે. આશરે ૨ કરોડના ખર્ચે આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. ભાવનગરનાં મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવેણાની જનતાને પાણીની સમસ્યા વિશે સમજી આ તળાવ ઉભું કર્યું હતું. જે ભાવનગરને મહારાજા સાહેબની એક ભેટ આપી છે.

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, વિસ્તારનાં કોર્પોરેટરશ્રીઓ સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Saurashtra's biggest musical fountain will be built at Bhavnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X