ભાજપની ચિંતન શિબિરના બીજા દિવસે અમિત શાહની વેટ સમાપ્તિ મુદ્દે ચર્ચા

Subscribe to Oneindia News

ભાજપની બાવળા પાસેના કેંસવિલા ખાતે યોજાઇ રહેલી બે દિવસીય ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ હતો. તે દરમિયાન અમિત શાહ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓની મંત્રણા યોજાઈ હતી. જેમાં અમિત શાહે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ. વળી, ગુજરાતમાં પેટ્રોલ તથા ડીઝલ ઉપરનો વેટ નાબૂદ કરવા માટે વિશેષ ચર્ચા થઈ હતી.

chintan shibir

પ્રથમ મુખ્ય નેતાઓ સાથે ગુજરાતની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને નોટબંધી બાદ નાગરિકો જેઓ મતદારો પણ છે તેઓ શું વિચારી રહ્યા છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં નોટબંધી બાદ નાગરિકોમાં ભાજપનુ સ્થાન શું છે તે મહત્વનો મુદ્દો હતો. હાલમાં પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ સૌથી વધુ ગુજરાતમાં છે. જો તે રદ કરી દેવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલ સસ્તા થઇ શકે છે.

English summary
second day of bjp meet in ahmedabad, discussion on ending of vat
Please Wait while comments are loading...