માળિયા હાટીનામાં પોલીસની સૌથી મોટી રેડમાં 14 લાખનો દારૂનો જથ્થો જપ્ત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હવે બુટલેગરો જાણે સૌરાષ્ટ્ર તરફ પેધાં પડ્યા હોય તેમ પોલીસ બુટલેગરો પાસેથી દેશી વિદેશી દારૂનો જથ્થો વસૂલી રહી છે. પોલીસના ખબરીઓ પણ સતર્ક બનીને પોલીસને જારૂના જથ્થાની માહિતી આપતા હોવાથી પોલીસ મુદ્દામાલ સાથે દારૂના જથ્થાની હેરફેર કરતા લોકની ધરપકડ કરવામાં સફળ રહી છે.

police

પોલીસે માળિયાહાટિના નજીક ગળોદર ગામ પાસે ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ રેન્જ ડીઆઇજીની સૂચનાથી પોલીસે એક ટોરસ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી ઇંગ્લીશ દારૂ-બિયરનો રૂ. 14 લાખનો જથ્થો મળી આવતા ટ્રક સહિત રૂ. 24 લાખનો મુદામાલ કબજે કરી જામનગરના બેડ ગામના બે શખસોની ધરપકડ કરી છે.જૂનાગઢના રેન્જ આઇજીપી ડો. રાજકુમાર પાંડીયનની સૂચનાથી ડીએસપી નીલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ દારૂની હેરાફેરી સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક લોકો પણ સહકાર આપી રહ્યા છે.

ગળોદર ગામ પાસેથી ટ્રકને અટકાવી તલાશી લેવાતા પ્લાસ્ટિકના બાચકા અને ફીનાઇલના જથ્થા નીચે છુપાવેલો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ અગાઉ માળિયાહાટિનામાં આટલો મોટો જથ્થો પકડાયો નથી. આ અંગે ટ્રક ડ્રાઇવર ફિરોજ ઉંમરભાઇ માકોડા અને રફિક ગામેતીની ધરપકડ કરાઇ છે, બંને જામનગરના બેડ ગામે રહે છે. આ દરોડાની કાર્યવાહીમાં પીએસઆઇ એન.કે. વિંઝુડા તેમજ સ્ટાફના દિલીપ કાગડા, યોગેશભાઇ કેશવાલા, કે.જી. જેઠવા વિગેરે રોકાયા હતા.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી અહીં દારૂની હેરફેર વધી જતા સ્થાનિક નાગરિકો ત્રસ્ત થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે આ બદીને કારણે ગામનુય યુવાધન પણ બગડતુ હતુ તેના કારણે આ બદીને ઉગતી ડામવાની જરૂર હતી. જેમાં પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી. જેને કારણે હવે દારૂની હેરફેર પર આવિસ્તારમાં રોક લાગે તેવી શક્યતા છે.

English summary
Seized 14 lakh amount liquor in the police biggest raid

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.