ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાભરમાં પોલિસ અને બૂટલેગરના પૂતળા બાળ્યા
પાલનપુરમાં આવેલા ભાભર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરની આત્મહત્યા અને તે બાદ તેની સુસાઇડ નોટમાં બુટલેગરોથી લઇને પોલિસ અને રાજકીય નેતાઓના નામ નીકળતા ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર દ્વારા આ સમગ્ર પ્રકરણે વિરોધ નોંધાવામાં આવ્યો હતો. આજે પણ ઠાકોર સેના દ્વારા પોલીસ અને બૂટલેગરોના પૂતળા બાળી ઠાકોર સેનાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નિષ્કંલક મહાદેવના દર્શન માટે સૂચના જાહેર કરાઈ
ભાવનગર પાસે કોળિયાક ગામે દરિયામાં આવેલા નિષ્કંલક મહાદેવના દર્શન માટે તંત્ર દ્વારા વિશેષ સૂચના જાહેર કરાઈ છે. જે મુજબ નિષ્કલંક મહાદેવના ઓટાથી પાણી ઉતરીને જતું ન રહે ત્યાં સુધી સ્નાન ન કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તાકીદ કરાઈ છે. તથા તમામ વાહનોના મુસાફરોને ગંદી ગામ પાસે ઉતારી દેવા જણાવાયુ છે. અને અહિંથી વાહનો હોઈદડ ગામ જવાના રસ્તા પર પાર્કિંગ માટે લઈ જવાના રહેશે. સાથે જ મેળાને લઇને ૨૪ કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

જામનગરમા ખંડણી મુદ્દે થઈ કિશોરની હત્યા
જામનગરના એક કોમપ્લેક્સમાંથી કરણ નામના સોની યુવકની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ તરૂણ જામનગરના પાણખાણ વિસ્તારમા રહેતો હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે પરિવારને જાણ કરતા પરિવારજનો જણાવ્યુ હતું કે તેમનો પુત્ર કરણ મંગળવારે બપોરને નીકળ્યો હતો પરંતુ ઘરે પરત ન ફર્યો હતો તેથી સૌ ચિંતામાં હતા. જોકે પરિવારના નજીકન સૂત્રો એ જણાવ્યુ હતું કે કરણાના પિતા પાસે કોઈ મોટી રકમની ખંડણી માંગી હતી જેના કારણે તરૂણનું કાસળ કાઢી નાખ્યુ હતું.

અમરેલીમાં સિંહોએ નાખ્યા ધામા
વરસાદે વિરામ લીધો છે ત્યારે સિંહોએ અમરેલીમાં ધામા નાખ્યા છે સિંહો અમરેલીના નોજમઢી ડુંગર ઉપર ધામા નાખ્યા છે. અમરેલીના ખાંભાની કિયારીળી ગામે સિંહોએ ફરીથી દેખાતા ગ્રામજનો ચિંતામાં છે કારણ કે સિંહોએ બકરીઓ તેમજ ગાયનું મારણ પણ કર્યું હતું. વનરાજની રાજવી અદાનું દ્રશ્ય જુઓ અહીં












Click it and Unblock the Notifications
