For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બર 15, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

અમદાવાદનો આશ્રમ રોડ ચાઇનીઝ ઢબે શણગારાયો
ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતની તૈયારીના ભાગરૂપે અમદાવાદના આશ્રમ રોડ તરીકે જાણીતા ગાંધી આશ્રમથી સાબરમતી રિવરફ્રન્ટને શણગારવામાં આવ્યો છે. રસ્તાઓ પર ચાઇનીઝ ભાષાના સ્વાગતના બોર્ડ મૂકવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં બોટિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ખાસ બોટ મંગાવીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

decoration-for-jinping

વિહિપના તોગડિયાએ જિનપિંગની મુલાકાત અંતે ચેતવાનું કહ્યું
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાની રાજકોટ મુલાકાતમાં ચીનના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી ચેતતા રહેવાનું જણાવ્યું છે. ચાઇના આક્રમણખોર છે. હિન્દી ચીની ભાઇ ભાઇમાં હવે ઇતિહાસનું પુનરાવર્તન ન કરાવે તે જોવું જોઇએ. ચીનનો કબજો આપણી જમીન પર છે તેનાથી સાવધાન રહેવું જોઇએ. માત્ર ચાઇનીઝ ચીજવસ્તુઓ નહીં પણ રાજકીય સામાન પણ આવી રહ્યો છે. ચાઇનાનો ભરોસો ન કરવો જોઇએ.

મોદી, જિનપિંગના રૂટની આનંદીબેન દ્વારા સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ગુજરાતમાં આગમન પૂર્વે ચાલતી તડામાર તૈયારીઓનું મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રવિવારે નિરીક્ષણ કર્યું હતું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી લઈને રિવરફ્રન્ટ સુધી મુખ્ય પ્રધાને જાતનિરીક્ષણ કર્યા બાદ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

વરસાદ પડે તો રિવરફ્રન્ટ નહીં હોટેલ હયાતમાં ભોજલ લેવાશે
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ વસ્ત્રાપુર વિસ્તારમાં લેક નજીક આવેલી હોટલ ગ્રાન્ડ હયાતમાં રાત્રિ રોકાણ કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર ડિપ્લોમસી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાવાની છે. જો વરસાદ પડશે તો રાત્રિ ભોજન-મંત્રણા હોટલ હયાત ખાતે જ કરવામાં આવશે.

મોદી - જિનપિંગની મુલાકાત માટે અમદાવાદમાં 4000 જવાનો તૈનાત
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, તેમનું પ્રતિનિધિમંડળ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ ગુજરાત આવી ગઈ છે અને મહાનુભાવોની સુરક્ષા બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે રાજ્યભરમાંથી 4000થી વધારે પોલીસ જવાનોને અમદાવાદમાં બંદોબસ્તમાં તૈયાર કર્યા છે.

અમદાવાદ - ગાંધીનગરના માર્ગ ઢોરમુક્ત કરાશે
શહેરમાં વિદેશ મહેમાન ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અમદાવાદના રસ્તા પર રખડતાં ઢોરને દૂર કરવા પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકા ગાંધીનગર મહાપાલિકા સાથે મળીને શહેરી રસ્તાને ઢોરમુક્ત કરવાનો એકશન પ્લાન બનાવ્યો છે. આ પ્લાન અમલમાં પણ મૂકી દીધો છે.

ગુજરાતમાં દરેક ઉચ્ચ અધિકારી એક ગામ દત્તક લેશે
ગુજરાત રાજ્યમાં એક સરકારી અધિકારીને એક ગામડું દત્તક આપતી યોજનાના અમલથી જિલ્લાનો ઝડપથી સુવ્યવસ્થિત વિકાસ કરી શકાયો છે. જામનગર જિલ્લાના 50 મોટા ગામડાઓને 50 અધિકારીઓએ દત્તક લઈ લીધા છે. દત્તક લીધેલ તમામ ગામોની સુવિધા-અસુવિધા, પ્રશ્ર્નો, યોજના, કાર્યવાહી પર અંગત રીતે વાલી અધિકારી દેખરેખ રાખે છે.

ફૂલકા ગામની માધ્યમિક શાળામાં 245 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષકો
તાલુકાના ડોળાસા નજીક આવેલા ફૂલકા ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9 અને ધોરણ 10માં 245 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પણ માધ્યમિક શાળામાં બે જ શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બંને શિક્ષકો ગુજરાતી-સંસ્કૃત અને સમાજવિદ્યાના વિષયો ભણાવે છે તેમ આ શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્ત્વના વિષયો ભણાવાતા જ નથી. ત્યારે આ શાળાના 245 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે.

વાંકાનેરમાં પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમીએ આગ ચાંપી
વાંકાનેરમાં મહેન્દ્રભાઇ ખીરાર નામના રાજપૂત આધેડ તેમની પત્ની સીતાબેન અને બે પુત્ર અને બે પુત્રી સહિતના પરિવાર સાથે વાંકાનેરમાં રહે છે. આ જ વિસ્તારોમાં રહેતા શિવા કાનજી ભાટી નામના શખસ સાથે સીતાબેનને એકાદ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. સીતાબેન ઘરે એકલા હતા ત્યારે શિવા ભાટી આવ્યો હતો અને પતિ અને બાળકોને તરછોડી પોતાની સાથે આવવાનું કહેતા બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા શિવા ભાટી પ્રેમિકા સીતાબેનને સળગાવી નાસી ભાગી છૂટયો હતો.

નવરાત્રિ મહોત્સવમાં મુસ્લિમોને પ્રવેશબંધી ફરમાવો : તોગડિયા
વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બેઠક યોજી લવ જેહાદ મુદ્દે હિન્દુઓની દીકરીઓને ભોળવીને મુસ્લિમ યુવકો દ્વારા જે હિન પ્રયાસ કરવામાં આવે છે તેની સામે આકરું વલણ અપનાવી મુસ્લિમોને નવરાત્રી મહોત્સવમાં આયોજકોએ પ્રવેશબંધી લાદી દેવી જોઇએ તેવું સૂચન કર્યું હતું.

English summary
September 15, 2014 : News highlights of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X