For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બર 23, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

IIM-Aમાં મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર બળાત્કાર
IIM-Aમાં મહિલા ઇકોનોમિક આસિસ્ટન્ટ પ્રોફેસરને સ્ટડી ડિસ્કશનના બહાને બોલાવી બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મહિલાએ સુદીપ ક્રિશ્નન નામના યુવક સાથે પ્રેમસબંધ બાંધ્યો હતો. આ સંબંધ અંતર્ગત બંનેએ IIM-Aના ડોમ નંબર 5 અને 18માં મળવાનું તથા યુવતીના રૂમમાં 4થી 5 વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. IIM-Aમાંથી અભ્યાસ કરીને યુવક ડોક્ટરેટ કરવા માટે વિદેશ ગયો હતો. આ દરમિયાન યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ ફરિયાદ કરી હોવાની શંકા સેવાઇ રહી છે.

iim-a

ગુજરાત સરકાર 1,000 કરોડના બોન્ડ બહાર પાડશે
ગુજરાત સરકારે માલખાકીય વિકાસની યોજનાઓના અમલીકરણ માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા ઉભી કરવાના ભાગ રૂપે માર્કેટમાં રૂપિયા 1,000 કરોડના બોન્ડ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે જ સરકાર બજારમાંથી રૂપિયા 10,000 કરોડની રકમ મેળવશે. ગુજરાત સરકારના ચોપડે દેવાનો આંકડો વધીને રૂપિયા 1,50,153 કરોડ રૂપિયા થયો છે. આ વર્ષે બજારમાંથી નાણા મળે ત્યાર પછી તે 1.71 કરોડને આંબી જશે તેવી શક્યતા છે.

જાન્યુઆરીમાં મોદી અને પ્રણવદા ગુજરાતના મહેમાન
જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગુજરાતમાં કરવાની હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ ગુજરાતના મહેમાન બનશે. નોંધનીય છે કે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરી, 1915માં મુંબઇ પરત આવ્યા હતા. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને એનડીએના શાસનથી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ પરંપરાને યુપીએ સરકારમાં આગળ વધી હતી. હવે ફરી એનડીએના શાસનમાં 7થી 9 જાન્યુઆરી, 2015 દરમિયાન પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગુજરાત ખાતે કરવામાં આવશે.

VS હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જરીનું મશીન વસાવાશે
અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં કોર્ડિયાક સર્જરીમાં ઉપયોગી એવું અને કાર્ડિયોગ્રામ રિપોર્ટ કાઢી શકાય તેવું આધુનિક 'ટ્રાન્સઇસોફેજિયલ ઇકો કાર્ડીયોગ્રાફી મશીન' ખરીદવામાં આવશે. આ મશીન ખરીદવા માટે રૂપિયા 45 લાખ ખર્ચવામાં આવશે.

English summary
September 23, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X