For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બર 24, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નું ઉદઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાવશે. આ ઉદઘાટન કાર્યક્રમ 25 સપ્ટેમ્બરે યોજાશે. ત્યારથી 3 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6.30છી 8.30 અર્વાચીન ગરબા, 9થી 11.45 સુધી શેરી ગરબા અને 11.45થી 12.00 સુધી મહા આરતી યોજાશે.

garba-5

'ગુજરાતની શાન ધબકતા શહેરો' માટે 1652 કરોડનું ફંડ
આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે યોજાયેલા 'ગુજરાતની શાન ધબકતા શહેરો' કાર્યક્રમ અંતર્ગત અર્બન ડેવલપમેન્ટ ઓતોરિટી અને અન્ય શહેરી વિકાસ સંસ્થાઓને જરૂરી માળખાકીય સવલતો વિકસાવવા માટે રૂપિયા 1652 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. આ પહેલા પણ રાજ્ય સરકારે શહેરી વિકાસ યોજનાઓ માટે રૂપિયા 1910 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું.

ગુજરાત સરકારે 9 IAS અધિકારીઓની બદલી કરી
ગુજરાત સરકારે મંગળવાર 23 સપ્ટેમ્બરે રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. જેના પગલે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. જ્યારે જૂનાગઢ મ્યુનિસિપાલિટીને નવા કમિશનર મળ્યા છે.

કેનેડાની ઓટો પાર્ટ્સ મેકર કંપની મેગ્ના ઇન્ટરનેશનલ ગુજરાતમાં બે પ્લાન્ટ સ્થાપશે
કેનેડાની ઓટો પાર્ટ્સ મેકર કંપની મેગ્ના ઇન્ટરનેશનલ ઇન્કે એક યાદીમાં જણાવ્યું છેકે આગામી સમયમાં તે ગુજરાતમાં બે નવા પ્લાન્ટ સ્થાપવાની છે. આ બંને પ્લાન્ટમાં વર્ષ 2015 સુધીમાં ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. એક પ્લાન્ટ 215,000 ચોરસ ફૂટમાં સ્થપાશે અને 200 લોકોને રોજગાર આપશે. બીજો પ્લાન્ટ 365,000 વિસ્તારમાં સ્થપાશે. જે 400 લોકોને રોજગારી આપશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1નો ડિટેલ રિપોર્ટ 25 સપ્ટેમ્બરે રજૂ કરાશે
અમદાવાદ - ગાંધીનગર વચ્ચેના મેટ્રે રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો ડિટેઇલ રિપોર્ટ 25 સપ્ટેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 2018માં પૂરો થવાની ધારણા છે. પ્રથમ તબક્કામાં નોર્થ-સાઉથ કોરિડોર APMC વાસણાથી-મોટેરા સ્ટેડિયમ અને ઇસ્ટ કોરિડોરમાં થલતેજ ગામથી વસ્ત્રાલ સુધીનો હશે. આ માટે AMCએ થલતેજમાં રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરતા થલતેજ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

English summary
September 24, 2014 : News highlights of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X