ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દલિતોએ નીકાળી અમદાવાદ ખાતે રેલી
અમદાવાદના વાડજ થાતે રામપીર ટેકારા પાસે દલિતોએ રેલી નીકાળી હતી. ઉના પ્રતિરોધ સમિતિ દ્વારા નીકાળવામાં આવેલી આ રેલીમાં દલિતા પર થઇ રહેલા વિવિધ અન્યાયોને અવાજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને સાથે જ તેમના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ઇબીસી ક્વોટા માટેનો પરિપત્ર ગુજરાત સરકારે કર્યો રદ્દ
ઇબીસી ક્વોટા માટેનો પરિપત્ર રાજ્ય સરકારે ગત સાંજે રદ્દ કરી દીધો હતો અને આ માટે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની પણ રાહ જોવાની દરકાર નહોતી કરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે 10 ટકા ઇબીસી રદ્દ કરવાનો પરિપત્ર ભૂલ ભરેલો હતો જેના લીધે તેને પરત ખેંચવાની ફરજ પડી છે. વધુમાં તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને સરકાર છેલ્લી ઘડી સુધી લડત આપશે. ઈબીસી અનામત માટે સરકારની નીતિ યથાવત છે. મહત્વનું છે કે ભાજપના મોટાભાગના નેતાઓ અને રાજય સરકારના ટોચના અધિકારીઓ બંધારણમાં સુધારા વગર ઈબીસીનો અમલ શક્ય ન હોવાનું જાણતા હોવા છતાં માત્ર ને માત્ર જનતાને ભરમાવવા માટે આ પ્રકારની જાહેરાત કરી દીધી હતી હવે તેવું લાગે છે.

Ex- MLAના પુત્રએ માંગી પીડિતાની માફી
ઉનાની પીડિતા ઉપર બળાત્કાર આચર્યા બાદ તેમજ તેની ઉપર એસિડ ફેંકવાની ધમકી આપ્યા બાદ હવે વિજય રાઠોડની શાન ઠેકાણે આવી હોય તેમ તેણે પીડિતાની માફી માંગી હતી. શુક્રવારે રાતે નવ વાગ્યે ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ અને તેમનો પરિણીત પુત્ર વિજય રાઠોડ અમદાવાદ મહિલા ક્રાઇમબ્રાન્ચ આવી પહોંચ્યા હતા. અહીં યુવતી અને તેના પરિવારજનો પણ હાજર હતા. મહિલા ક્રાઇમબ્રાન્ચની મધ્યસ્થીથી બન્ને પક્ષો સમાધાન કરવા તૈયાર થયા હતા. જોકે આવા મુદ્દે સમાધાન કરાતા ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે. જેમાં પોલીસની ભૂમિકા પર પણ આંગળી ચીંધાઈ રહી છે.

CMના ટ્વિટર ટાઉનહોલ કાર્યક્રમને મળ્યો નબળો પ્રતિસાદ
ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતા સાથે સંવાદ સાધવા પ્રથમ વખત ગાંધીનગર ટાઉનહોલા ખાતે સંવાદ કર્યો હતો. જેમાં 20 હજારથી પણ વધુ પ્રશ્નો આવ્યા હતા પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોએ મુખ્યમંત્રી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને અણિયાણા સવાલો કર્યા હતા. જેમાં પાગરના પ્રશ્નો વધુ પ્રમાણમાં થયા હતા. જોકે આ પ્રશ્નોતરીમાં એક તબક્કો એવો આવ્યો હતો કે સીએમે સવાલોના સંતોષકારક જવાબો ન આપતા મિસિંગ સીએ જેવો ટ્રેન્ટ ટવીટર પર વ્યાપક બન્યો હતો.

કમલેશ્વર ડેમની સલામતી પર મૂકાયો પ્રશ્ન
ગીર સોમનાથનાં તાલાલા જંગલ વિસ્તારમાં આવેલા હિરણ-૧(કમલેશ્વર) ડેમ નાં એચ. આર. માં કચરો ફસાઈ જવાને કારણે પાણી લીકેજ થયુ. લીકેજના કારણે હિરણ નદીમાં પાણી નો પ્રવાહ વધ્યો. જો કે ત બાદ ડેમ અને સિંચાઈ ખાતાનાં અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી લિકેજીન્ગ બંધ કર્યું. ડેમ સલામતની ખાતરી અપાઈ. ત્યારે મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
