• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપ્ટેમ્બર 26, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

ગુજરાત કોલેજમાં નવી ક્રિકેટ ફેસિલિટીનું ઉદઘાટન કરાયું

આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી નવી ક્રિકેટ ફેસિલિટીનું ઉદઘાટન કર્યું હતું.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>As President of Gujarat Cricket Assn.I inaugurated the revamped Cricketing facilities in Gujarat College: Ahmedabad <a href="http://t.co/Zx7KKO7sij">pic.twitter.com/Zx7KKO7sij</a></p>— Amit Shah (@AmitShahOffice) <a href="https://twitter.com/AmitShahOffice/status/515442245969797120">September 26, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

કડીની પૂજાએ ચીનમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા

ગુજરાતના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ માત્ર માતા પિતા અને પોતાના ગામનું નામ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતને ગર્વ થાય તેવું કામ કર્યું છે. કડીની મેઘના કેમ્પસ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી પૂજા પટેલે ચીનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેણે એક સુવર્ણ ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.

પહેલા નોરતે જ વડોદરામાં યુવતીની હત્યા

વડોદરાનાતરસાલી વિસ્તારમાં આવેલા હરિનગરમાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી પરિણીત યુવતી પૂનમ ગઈકાલે પોતાના પતિને બ્યુટીપાર્લરના ઓર્ડર માટે જઈ રહી હોવાનુ કહીને નીકળી હતી.મોડી રાત સુધી પૂનમ ઘરે નહી આવતા પિતાએ પોલીસને જાણ કરી શોધખોળ શરૂ કરી હતી. મધરાતના સમયે કપૂરાઈ ચોકડી પાસે આવેલી ઝાડીઓમાંથી પૂનમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા ઘાના નિશાન હતા. તેનું માથુ ધડથી લગભગ છુટું પડી ગયું હતું.

વડોદરામાં રેલવેની અડફેટે મગર આવ્યો અને...

વડોદરામાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેના રેલ્વે ટ્રેક પર એક મગર ટ્રેનની અડફેટે આવીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. આસપાસના લોકોએ રેલ્વે ટ્રેક પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા મગરને જોઈને પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી. તેમણે મગરને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.આ મગર પર પશુ ચિકિત્સકોએ સર્જરી કરીને ટાંકા લીધા હતા.

અંબાજીમાં માતાના દરબારમાં રંગેચંગે નવરાત્રિનો આરંભ

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પહેલા નોરતાથી નવરાત્રિ પર્વનો રંગે ચંગે આરંભ કરવામાં આવ્યો હતો. અંબાજી દેવસ્થાનટ્રસ્ટે સવારે 10.30 વાગે વહીવટદાર જી.પી.બ્રહ્મભટ્ટ અને પત્નીના હસ્તે પૂજા અર્ચના કરી વિધિવત્ ઘટસ્થાપન કરાવી નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ નોરતાની રાત્રે ખેલૈયાઓ માતાના દરબારમાં મન મૂકીને ગરબે રમ્યા હતા.

ગુજરાત સરકારના ન્યુ ટુરિઝમ ઝોનથી સિંહોને જોખમના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો રિટ

ગુજરાતના પ્રસિદ્ધ ગીર અભયારણ્યની જેમ અમરેલીના ધારી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રીતે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય કમાણીના સ્ત્રોત ઉભા કરી ન્યુ ટુરીઝમ ઝોન વિકસાવવાના રાજય સરકારના નિર્ણયથી સિંહોના અસ્તિત્વ અને સ્થાનિક પર્યાવરણ સામે ગંભીર જોખમ ઉભું થવાની દહેશત વ્યકત કરતા એક પત્રના આધારે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી હતી. જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે ગીર સેન્કચુરી કે તેની નજીકના વિસ્તારમાં આ પ્રકારે કમાણીના સાધન તરીકે અભયારણ્ય ક્ષેત્રને અસર કરતા આવા હોટલ, રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસને ઉત્તેજન આપવા મુદ્દે ભારે નારાજગી વ્યકત કરી હતી અને આ મામલે કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ જારી કરી તેમની પાસેથી ખુલાસો માંગ્યો છે.

English summary
September 26, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more