સપ્ટેમ્બર 27, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
વડોદરામાં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ
સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા ભડકાઉ અને ઉશ્કેરણીજનક સંદેશાઓને નિંયંત્રિત કરવા માટે વડોદરા પોલીસે શહેરમાં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ કારણે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓએ સેવા અટકાવી દીધી છે. આ ઉપરાંત એસએમએસ ઉપર પણ પ્રતિબંધ લાદ્યો છે.
વડોદરામાં કોમી ભડકાનો ભય યથાવત
વડોદરાના ફતેપુરા સહિતના વિસ્તારોમાં ફાટી નીકળેલ કોમી હિંસાને ડામવા માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. આમ છતાં છમકલા બનતા રહે છે. આ માટે હ સચિવ એસ.કે. નંદાના ખાસ હુકમથી ભૂતકાળમાં વડોદરા ફરજ બજાવી ચૂકેલા અને હાલ રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી રહેલ દિગ્વીજયસિંહ એમ. વાઘેલા, પોલીસ ઈન્સ્પેકટર કલ્પેશ સોલંકી તથા આલસીકા સહિત ત્રણ અધિકારીઓને વડોદરામાં પોસ્ટ કરાયા છે.

મોદીના પ્રયત્નો રંગ લાવ્યા છે, દુનિયાના દેશો ભારતને મહત્વ આપવા લાગ્યા: આનંદીબેન પટેલ
આજે એક કાર્યક્રમમાં બોલતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે કામ ઉપાડયું છે તેના કારણે દુનિયાના દેશો લાલ જાજમ પાથરી રહયા છે.
અમરેલીને ઝીરો વેસ્ટ અને ગ્રીન સીટી બનાવાશે
વચ્છ ભા૨ત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 'અમરેલી શહે૨ને ઝીરો વેસ્ટ સીટી અને ગ્રીન સીટી' બનાવવાની હાકલ કરવામાં આવી છે. શહેરના કલેક્ટરે આ માટે જનતાનું સમર્થન માંગ્યું છે.
વડોદરામાં દેશી બોમ્બ બનાવવા જતા યુવાન દાઝ્યો
ફતેપુરા વિસ્તારમાં આવેલી રામરાજ્ય હોટલ પાસે રહેતા મુકેશ નામના યુવાનનુ સાસરુ રાવપુરા વિસ્તારના હરિભક્તિ એપાર્ટમેન્ટમાં આવેલુ છે. હાલમાં ફ્લેટમાં કોઈ નહી હોવાથી આ યુવાને દિવાળીમાં ફોડવામાં આવતા સુતળી બોમ્બમાંથી ગનપાવડર કાઢીને તેના વડે હાથ બનાવટનો દેશી બોમ્બ બનાવનો પ્રયાસ કર્યો હતો. આ અખતરો કરવા જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને તે દાઝી ગયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.












Click it and Unblock the Notifications
