For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં પ્રેમમાં અડંગારૂપ બનતા ભાઇને સગી બહેને મારી નાખ્યો

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમરેલીમાં પ્રેમમાં અડંગારૂપ બનતા ભાઇને સગી બહેને મારી નાખ્યો

અમરેલીમાં પ્રેમમાં અડંગારૂપ બનતા ભાઇને સગી બહેને મારી નાખ્યો

અમરેલીના એક બહેન તેના સગા ભાઇની કારમી હત્યા એટલા માટે કરી કારણ કે તેનો ભાઇ તેની બહેનને તેના પ્રેમીને મળવા નહતો દેતો. પ્રેમસંબંધમાં અડંગારૂપ બનેલ ભાઇને બહેન છરીના ઘા ઝીંકીને પતાવી દીધો. ક્રાઇમ સિરિયલ જોઇને આ હત્યા માટે બહેને પ્રેરણા લીધી હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી 56 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પરથી 56 લાખનું સોનું ઝડપાયું

બુધવારે, અમદાવાદ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પરથી બે મહિલાઓ અંદાજે 56 લાખના સોના સાથે ઝડપાઇ. કસ્ટમ વિભાગે આ બન્ને મહિલાઓ પાસેથી 2 કિલોના સોનું જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

હાર્દિક પટેલ રાજકોટ કરશે ઉદ્યોગપતિ સાથે બેઠક

હાર્દિક પટેલ રાજકોટ કરશે ઉદ્યોગપતિ સાથે બેઠક

મંગળવારે, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર એવા હાર્દિક પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઉદ્યોગપતિઓ અને પાટિદાર આગેવાનો જોડે બેઠક કરી હતી તેવી બાતમી મળી છે. વળી મનાઇ રહ્યું છે કે રાજકોટમાં હાર્દિક ત્રણ દિવસ રહી પોતાના આંદોલનને મજબૂત કરવા વધુને વધુ લોકો જોડે ચર્ચા કરશે.

ભરૂચના કપાસને અપાશે આંતરાષ્ટ્રિય બજારમાં સ્થાન

ભરૂચના કપાસને અપાશે આંતરાષ્ટ્રિય બજારમાં સ્થાન

ભરૂચના કપાસને આંતરાષ્ટ્રિય બજારમાં સ્થામ મળશે. આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા 11મી મેના રોજ થશે. વધુમાં આ અંગે ખેડૂતોને વિશેષ તાલીમ પણ અપાશે.

કિન્નરોને મળશે પ્રતિ માસ 1000 રૂપિયાનું પેન્શન

કિન્નરોને મળશે પ્રતિ માસ 1000 રૂપિયાનું પેન્શન

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે તે કિન્નરોને પ્રતિ માસ 1000 રૂપિયાનું પેન્શન આપશે. અને આ દ્વારા રાજ્ય સરકાર કિન્નરોને પગભર કરવામાં મદદરૂપ થશે. તો બીજી તરફ કિન્નર સમાજે રાજ્ય સરકારના આ પગલાંને આવકાર્યું છે.

જેતપુરમાં હાર્દિક પટેલના સાથીઓની મીલ, સીલ કરાઇ

જેતપુરમાં હાર્દિક પટેલના સાથીઓની મીલ, સીલ કરાઇ

જેતપુરમાં હાર્દિક પટેલના સાથીદાર દિનેશ અને રાજેશની ભાગીદારીવાળી જિનિંગ મિલને દેના બેંક દ્વારા સિલ કરાઇ. 20 કરોડના લોનને પૂરી ના કરતા મંગળવારે દેના બેંકના અધિકારીઓએ પોલિસની હાજરીમાં આ બેંકને સીલ કરી.

ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ ફરી માથું ઉચક્યું

ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ ફરી માથું ઉચક્યું

ગુજરાતભરમાં ફરી સ્વાઇ ફ્લુ અને ડેન્ગ્યુએ જેવી બિમારીઓએ માથું ઊંચુ કર્યું છે. સુરત અને અમદાવાદમાં જ્યાં એક બાળકી અને એક મહિલાનો જીવ સ્વાઇન ફ્લુએ લીધો છે ત્યાં જ મહેસાણામાં સ્વાઇન ફ્લુના ત્રણ નોંધાયા છે.

મહેસાણામાં ઝાડા-ઊલ્ટીના 700 કેસે નોંધાયા

મહેસાણામાં ઝાડા-ઊલ્ટીના 700 કેસે નોંધાયા

મહેસાણાની સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઊલ્ટીના 700થી વધુ કેસ નોંધાતા સ્વાસ્થય વિભાગ સફાળું ઊંધમાંથી જાગ્યું છે. વધુમાં મહેસાણાની સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના 3 અને ડેન્ગ્યુના 10 નવા કેસ નોંધાતા મલેરિયા વિભાગે પણ દવાનો છટંકાવ શહેરમાં કર્યો છે.

ડીસા પોલિસે પકડ્યો રૂપિયા 35 લાખનો અવૈદ્ય દારૂ

ડીસા પોલિસે પકડ્યો રૂપિયા 35 લાખનો અવૈદ્ય દારૂ

ભુજ પાસે આર આર સેલ અને ડિસા પોલિસે મળીને બાતમીના આધારે 35 લાખનો અવૈદ્ય દારૂનો જથ્થો ઝપડી પાડ્યો છે.

રાજકોટ સ્વામીનારાયણ ચોક 5 ગાડીના કાચ ફોડ્યા

રાજકોટ સ્વામીનારાયણ ચોક 5 ગાડીના કાચ ફોડ્યા

રાજકોટમાં કેટલાક તોફાની તત્વોએ સ્વામીનારાયણ ચોકમાં ઊભેલી પાંચ ગાડીઓના કાચ તોડી એક દુકાનમાં તોડફોડ કરી હતી જે બાદ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

દિયોદરમાં પોલિસે છાપો મારી 10 જુવારીઓને પકડ્યા

દિયોદરમાં પોલિસે છાપો મારી 10 જુવારીઓને પકડ્યા

બનાસકાંઠાના દિયાદરમાં પોલિસે 10 જુગારીઓને 10920 રૂપિયાની રકમ સાથે ઝડપી પાડ્યા છે. આ લોકો એક બંધ ઘરમાં જુગાર રમી રહ્યા હતા.

રાધનપુરના ભિલોટ મંદિર થઇ 60 હજારના ધરેણાંની ચોરી

રાધનપુરના ભિલોટ મંદિર થઇ 60 હજારના ધરેણાંની ચોરી

રાધનપુરના પ્રસિદ્ધ ભિલોટ મંદિરમાંથી 60 હજારના ધરેણાંની ચોરી થતા હાહાકાર મચી ગયો હતો. જો કે પોલિસે આ અંગે તપાસ આદરી છે.

જામનગરમાં દરોડો પાડવા ગયેલી પોલિસ પર હુમલો

જામનગરમાં દરોડો પાડવા ગયેલી પોલિસ પર હુમલો

જામનગરમાં જ્યારે પોલિસ જુગારનો દરોડો પાડવા ગઇ ત્યારે તે પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલિસ પર જ વળતો હુમલો કરીને 20 લોકોને છોડાઇ ગઇ. અને રોકડ રકમ પણ લૂટી ગઇ તેવી માહિતી મળી છે.

ગાંધીનગરમાં આનંદી બેનની હાજરીમાં બેઠક કેબિનેટની બેઠક મળી

ગાંધીનગરમાં આનંદી બેનની હાજરીમાં બેઠક કેબિનેટની બેઠક મળી

ગાંધીનગરમાં આજે આનંદી બેનની હાજરીમાં કેબિનેટની બેઠક મળી. જેમાં આવનારા કોર્પોરેશનની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.

અમદાવાદ- વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત

અમદાવાદ- વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત

ખેડા પાસે અમદાવાદ વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. જેમાં 4 લોકોની મોત થઇ છે અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

English summary
September 9: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X