ગુજરાતમાં હજુ આટલા દિવસ ઠંડી છક્કા છોડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં હાલ ગાઢ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ઘણા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયુ છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી ચાલુ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. નાગરિકોને આગામી ૧૨ જાન્યુઆરી સુધી આ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્ય કોલ્ડવેવ જેવી સ્થિતિની ઝપેટમાં છે.

પવનની ગતિમાં વધારાને કારણે ઠંડીની તીવ્રતા નોંધપાત્ર રીતે વધી છે. હવામાન વિભાગ અનુસાર, હાલ રાજ્યમાં ૧૫ થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિબળોને લીધે લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યાં શીતલહેરની અસર વધુ અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન જૂનાગઢના ગિરનાર પર્વત પર ૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
મેદાની વિસ્તારોમાં અમરેલી અને કચ્છનું નલિયા ૯ ડિગ્રી સેલ્સિયસ સાથે શીતલહેરની અસર હેઠળ છે. રાજધાની ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ૧૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ૧૨ જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર શક્ય નથી, જેથી કાતિલ ઠંડી યથાવત રહેશે. જો કે, ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, જે આંશિક રાહત આપી શકે છે.
કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદની અપેક્ષા રાખી છે. ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
વધુમાં કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયા જેવા પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. અન્ય કેટલાક ઊંચા સ્થાનો પર બરફવર્ષા પણ ચાલુ છે. દક્ષિણ ભારતમાં, તમિલનાડુ માટે પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
