For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના ખેડૂતોને શાહૂકારની ચૂંલગમાથી છોડાવાનું કામ ખેતી બેન્કે કર્યુ: અમિત શાહ

કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના

|
Google Oneindia Gujarati News

કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી હતી.

AMIT SHAH
અમિત શાહે આ પ્રસંગે ખેતી બેન્કના સભાસદો અને ખાતેદારોને મળીને આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ જયારે આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે 25 વર્ષ પછી શતાબ્દી મહોત્સવના સમયે દેશ ક્યાં હશે તે લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ "સહકાર સે સમૃદ્ધિ" નો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ રાખ્યો છે. દેશની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિમાં યોગદાનની જવાબદારી સહકારી ક્ષેત્રને સોંપી છે. તેઓએ ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે ૧૯૫૧ માં ખેતી બેંકની સ્થાપનાનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. તે સમયે સૌરાષ્ટ્રમાં નાના મોટા ૨૨૨ રજવાડાઓ હતા અને બધી જમીનની માલિકી રાજાઓની હતી. ખેડૂતો રાજા વતી ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોના પરિણામે રજવાડાઓનું વિલીનીકરણ થયું અને ભારતીય સંઘ અસ્તિત્વમાં આવ્યો. આ વખતે જમીનો માટે ખેડૂતો પાસે નાની - મોટી રકમ ચૂકવવા પૈસા ન હતા.

એ સમયે પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજી આગળ આવ્યા અને સરદાર સાહેબની પ્રેરણાથી સૌરાષ્ટ્ર લેન્ડ મોર્ગેજ બેંકની સ્થાપના કરી લોન આપી ૫૬ હજાર જેટલા ખેડૂતોને જમીનોના માલિક બનાવ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો જમીનોના માલિક બન્યા તેનો સમગ્ર શ્રેય ખેતી બેંકને જાય છે. ખેતી બેન્કે આ ઉપરાંત જમીન સમતલ કરવી, સિંચાઇની સગવડતા, કૂવા બનાવવા, ખેતી માટેના સાધનો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેતી અને ખેડૂતોને મજબૂત બનાવવાની કાર્ય કર્યું છે. કેટલાય સિમાંત અને નાના મોટા ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવાનું કામ ખેતી બેન્કે કર્યું છે. ગુજરાતમાં કૃષિક્ષેત્ર ખેતી બેંક ખૂબ મોટું યોગદાન રહેલું છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે દેશને અનાજ માટે આત્મનિર્ભર બનાવવા પૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ કરેલા આહવાન માટે પણ ખેતી બેન્કે અમૂલ્ય યોગદાન આપ્યું છે. નાબાર્ડની રચના બાદ ખેતી બેંકનું સ્વરૂપ બદલાયું છે હવે તે કુટીર ઉદ્યોગ, સ્વ રોજગાર સહિત અનેક પ્રકારની લોન પ્રદાન કરે છે. સમગ્ર દેશમાં કૃષિ ધિરાણના ક્ષેત્રમાં ખેતી બેંક ખૂબ મોટું નામ ધરાવે છે. ૧૭ જિલ્લા ઓફિસ અને ૧૭૬ શાખાઓના માધ્યમથી ૮,૪૨,૦૦૦ ખેડૂતોને ૪૫૪૩ કરોડના ઋણ દ્વારા સશકત આધાર પૂરો પાડ્યો છે.

અમિત શાહે ખેતી બેંકના બેલેન્સ શીટના તમામ પેરામીટર અંગે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા સૂચવેલ તમામ પાસાઓમાં ખેતી બેંકનું ઉત્તમ પ્રદર્શન રહ્યું છે. ડોલરભાઈ કોટેચા અને શ્રી ફલજીભાઈના નેતૃત્વમાં ધિરાણના દર ૧૨ - ૧૫ ટકા થી ઘટાડીને ૧૦ ટકા અને અનેક બેન્કિંગ ચાર્જીસ ઘટાડીને ખેડૂતોને સક્ષમ બનાવા મક્કમ પ્રયત્નો કર્યા છે.

English summary
Shah joined the 70th general meeting of Co-operative Bank online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X