For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન શેખ એકાઉન્ટર કેસઃ ક્યાં, કેમ, શું, કેવી રીતે જાણો સમગ્ર મામલો

મુંબઈ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર મામલે એક મહત્વનો ચુકાદો સંભળાવતા બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર મામલે એક મહત્વનો ચુકાદો સંભળાવતા બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. કોર્ટે કહ્યુ કે આરોપીઓ સામે હત્યા અને ષડયંત્ર રચવા જેવા કોઈ પૂરતા પૂરાવા ન મળવાના કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા. મોટાભાગના આરોપીઓમાંથી રાજસ્થાન અને ગુજરાતના પોલિસ અધિકારી હતા. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં 38 લોકોને આરોપી બનાવ્યા હતા જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ ડીજીપી વણઝારા અને 26 અન્ય હાઈ પ્રોફાઈલ લોકો હતો. સીબીઆઈનો આરોપ હતો કે પોતાના રાજકીય ફાયદા માટે આ પ્રકારના ખતરનાક ષડયંત્રને રચવામાં આવ્યુ હતુ. જો કે કોર્ટ સામે સીબીઆઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ સાબિત થઈ. એક નજર નાખીએ શું હતો સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ...

આ રીતે માર્યો ગયો સોહરાબુદ્દીન

આ રીતે માર્યો ગયો સોહરાબુદ્દીન

26 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન શેખ નામના એક વ્યક્તિને ગુજરાત પોલિસની એક ટીમે ગોળી મારી દીધી હતી. પોલિસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન લશ્કર-એ-તોઈબા આતંકવાદી સંગઠનનો સંચાલક હતો અને તે પાકિસ્તાનની આઈએસઆઈ ખુફિયા એજન્સી સાથે ગુજરાતમમાં એક વરિષ્ઠ નેતાની હત્યાની યોજના બનાવી રહ્યો હતો જેમાં સંભવતઃ નરેન્દ્ર મોદી (તે વખતે મુખ્યમંત્રી) અને અમિત શાહ જેવા હાઈ પ્રોફાઈલ લીડરની પણ હત્યાની યોજના હતી. રાજસ્થાન અને ગુજરાત પોલિસે એક જોઈન્ટ ઓપરેશનમાં અમદાવાદના વિશાલા સર્કલ પાસે સોહરાબુદ્દીને મારી દીધો હતો. પોલિસનો આરોપ હતો કે સોહરાબુદ્દીનને પોલિસે રોકાવા કહ્યુ હતુ પરંતુ તે ભાગી ગયા અને જ્યારે પોલિસે તેનો પીછો કર્યો તો તેણે પોલિસ પર જ ગોળીઓ ચલાવી દીધી હતી. પોલિસનો દાવો છે કે તેમણે પોતાની આત્મરક્ષા માટે ગોળીઓ ચલાવી હતી જેમાં તે માર્યો ગયો.

સોહરાબુદ્દીનની પત્ની અને તુલસીરામ પ્રજાપતિને મારી દેવામાં આવ્યા

સોહરાબુદ્દીનની પત્ની અને તુલસીરામ પ્રજાપતિને મારી દેવામાં આવ્યા

સીબીઆઈનો આરોપ છે કે સોહરાબુદ્દીનની હત્યાના ચાર દિવસ પહેલા એટલે કે 22 નવેમ્બરે સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી અને તેના સહયોગી તુલસીરામ પ્રજાપતિનું પોલિસે એક બસમાંથી અપહરણ કરી લીધુ હતુ જે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી તરફ જઈ રહ્યા હતા. સીબીઆઈનો આરોપ છે કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં કૌસર પર પહેલા બળાત્કાર થયો અને પછી કથિત રીતે 29 નવેમ્બર 2005ના રોજ તેની હત્યા કરી દેવામાં આવી. જો કે આ બે દિવસ પહેલા એટલે કે 27 નવેમ્બરે ગુજરાત-રાજસ્થાનની સીમા પર બંને રાજ્યોની પોલિસે એક જોઈન્ટ ઓપરેશનમાં તુલસીરામ પ્રજાપતિનું એન્કાઉન્ટર કરી દીધુ હતુ. પોલિસનો આરોપ છે કે જ્યારે તુલસીરામ પ્રજાપતિને સુનાવણી દરમિયાન કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો તો તે ભાગવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યારે એન્કાઉન્ટરમાં તેને મારી દેવામાં આવ્યો.

કોર્ટમાં આઝમ ખાન બન્યો સાક્ષી

કોર્ટમાં આઝમ ખાન બન્યો સાક્ષી

સીબીઆઈએ આ કેસમાં અમિત શાહ અને ગુજરાતના પોલિસ અધિકારી અભય ચુડાસમા, રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, પૂર્વ ગુજરાત પોલિસ ચીફ પી સી પાંડે અને સીનિયર પોલિસ અધિકારી ગીતા જોહરી જેવા લોકોના નામ પણ શામેલ કર્યા હતા. જો કે 2014ની સુનાવણીમાં કોર્ટે 38માંથી 16 લોકોને છોડી મૂક્યા હતા જેમાં અમિત શાહ જેવા નેતાઓ અને અન્ય પોલિસ અધિકારીઓને નિર્દોષ ગણાવાયા હતા. એ કેસ રાજકારણના લીધે પ્રભાવિત ન થાય એ માટે સુપ્રીમ કોર્ટે આ કેસને 2012માં ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરી દીધો હતો. સાક્ષી બનેલા આઝમ ખાને દાવો કર્યો છે કે સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ માર્ચ 2003માં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સહિત અન્ય મુખ્ય ગુનાઓમાં શામેલ હતો.

આ પણ વાંચોઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાઆ પણ વાંચોઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

English summary
Shahabuddin Sheikh Encounter Case: How all accused acquitted, All you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X