Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પરપ્રાંતિયો પરના હુમલા મામલે ભાજપનું ષડયંત્રઃ શક્તિસિંહ ગોહિલ

પરપ્રાંતિયો પરના હુમલા મામલે ભાજપનું ષડયંત્રઃ શક્તિસિંહ ગોહિલ

ગાંધીનગરઃ સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 મહિનાની માસુમ બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર સહિતના જિલ્લાઓમાં પરપ્રાંતીઓ પર હુમલા થતા હોવાના ઠેર-ઠેરથી અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને પગલે રાજકારણમાં ગરમાવો પકડાયો છે. બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો ગુજરાત છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ પર અને કોંગ્રેસે ભાજપ પર આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો શરૂ કર્યો છે. રાજ્યભરમાં અફરા-તફરીના માહોલના પગલે જીઆઈડીસીને ભારે નુકસાન થવાની આશંકા છે.

બિહારના મુખ્યમંત્રીએ શું કહ્યું

ઉલ્લેખનીય છે કે બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલા તેજ થઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યો હતો. જે બાદ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો પોતાના વતને પરત ફરતા થઈ ગયા છે. ત્યારે બિહારની મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને ફોન કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ હતી અને પ્રેસ સાથે વાતચી કરી તેમણે કહ્યું કે ગુજરાતની સરકાર આ મામલે કાર્યરત છે અને દોષિત છે તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે અને બાકીના લોકો સામે આવી ભાવના ન દર્શાવવામાં આવે.

આરોપીને કડક સજા ફટકારવામાં આવશે

આરોપીને કડક સજા ફટકારવામાં આવશે

વિજય રૂપાણીએ કહ્યું કે આપણ બધા સંયમ અને શાંતિ જાળવીએ, જેણે ખોટું કૃત્ય કર્યું તેની 24 કલાકમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી સરકારની યોજના છે અને ટૂંક સમયમાં જ આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. ત્યારે ગુજરાતીઓએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું. પોલીસ તમને પ્રોટેક્શન આપશે.

પોલીસે સંદેશો પાઠવ્યો

પોલીસે સંદેશો પાઠવ્યો

અમદાવાદ પોલીસ તરફથી એક સંદેશ મોકલવામાં આવ્યો કે લોકોએ અફવાઓથી દૂર રહેવું અને વૉટ્સએપ કે ફેસબુક જેવા પ્લેટફોર્મ પર આવા કોઈ ભડકાઉ મેસેજ આવે તો તેની માહિતી પોલીસને આપવી અને જો કોઈને મદદની જરૂર પડે તો પોલીસને 100 નંબર પર કોલ કરવો જેથી તાત્કાલિક મદદ કરી શકાય. અમદાવાદમાં ભાયનો માહોલ નથી. અમદાવાદમાં અત્યાર સુધીમાં 21થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 50 જેટલા હુમલા થયાં અને આ મામલે 342 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવ્યો

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવ્યો

આ મામલે ઠાકોર સેનાના કેટલાક કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવતાં અલ્પેશ ઠાકોરે 10મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી તે ભાજપના જ લોકો છે, આ મામલે ભાજપ રાજકીય લાભ ખાટવા માટે ષડયંત્ર ઘડી રહ્યું છે. કહ્યું કે ગુજરાતના ડીઆઈજી ખુદ બિહારના છે અને એમણે પણ કહ્યું કે કોઈ લોકો ગુજરાત છોડીને નથી જઈ રહ્યા અને જે જઈ રહ્યા છે તે લોકો બિહારમાં તહેવાર નજીક હોવાથી જઈ રહ્યા છે.

આ પણ વાંચો-અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X