શંકર ચૌધરી અને જેઠા ભરવાડે વિધાનસભાની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભર્યુ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ નોમિનેશન ફોર્મ ભર્યુ હતુ. આ પહેલા ભાજપના સામાન્ય સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
ગુજરાત વિધાનસભાનની અધ્યક્ષ તરીકે થરાદના ધારાસભ્ય શકર ચૌધરીએ આજે નોમિનેશન ફાઇલ કહ્યુ હતુ. ઉપાધ્યક્ષ તરીકે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે પણ પોતાનું નોમિનેશન વિધાનસભાની સચિવ ડી.એમ પટેલ સમક્ષ કર્યુ હતુ. શકર ચૌધરીએ પોતાનું નોમિનેશન ફાઇલ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યાર બાદ સંસદીય દળની બેઠકમાં તેમના વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

શંકર ચૌધરીએ ભાજપના સભ્ય પદેથી પોતાનું રાજીનામુ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને સોપ્યુ હતુ. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શીયાળ, પ્રદેશ સંગઠન મંત્રી રત્નકરજી, પ્રદેશ મહામંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શંકર ચૌધરી જ્યારે પોાતનું વિધાનસભાના અધ્યક્ષ તરીકે નોમીનેશન કરાવવા ગયા હતા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પૂર્વ અધ્યક્ષ ગમપત વસાવા, રમણલાલ વોરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
નોમિનેશ ફાઇલ કર્યા બાદ શંકર ચોધરીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતને મંત્રી, ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉસ્થિત રહ્યા હતા. સંવેધાનીક વડી સંસ્તાના વડા તરીકે કામ કરવાનુ છે. આ જવાબદારીને સપેરે આગળ વધારીને ગુજરાતના હિત માટે કામમ કરી શકાય આવતી કાલે ચૂંટણીમા મતદાન થયા બાદ વિવિધત કામગીરી થશે. ધારાસભ્યો જે પણ જવાબદારી આપશે સંસદિય પ્રણાલીના ઉચ્ચ મૂલ્યોને આગળ વધારવા માટે કામ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
