For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ મુખ્યમત્રી શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યની જનતાને કોંગ્રેસને મતદાન કરવા માટે આહવાન કર્યુ છે. ભાજપને સત્તામાથી દુર કરવા માટે કોંગ્રેસને મતદાન કરવું જોઇએ તેમ તેમણે જણાવ્યુ હતું. ગુજરાત વિધાનસભાનીં ચૂંટણીમાં શંકર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યની જનતાને કોંગ્રેસને મતદાન કરવા માટે આહવાન કર્યુ છે. ભાજપને સત્તામાથી દુર કરવા માટે કોંગ્રેસને મતદાન કરવું જોઇએ તેમ તેમણે જણાવ્યુ હતું. ગુજરાત વિધાનસભાનીં ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનો જૂકાવ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે. આ પહેલા શંકરસિંહ વાધેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલા કોગ્રેસમાં જોડાઇ ગયા હતા.

SHANKARSINH VAGHELA

શંકરસિંહ વાઘેલા પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં મોડેથી મુલાકાત લેતા તેને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રીને જો દુ:ખ હતુ તો ટોપી કેમ પહેરી રાખી તેમની વેશભૂષામાં કેમ કોઇ પરિવર્તન ના આવ્યુ. ગળામાથી ગરના આસુ સાર્યા હતા. લોકોના લાગણી જીતવા પ્રયાસ કર્યો હતો. પ્રજાના ખર્ચે વાહ વાહી કરે છે.

શંકરસિંહ પ્રધાનમંત્રીના મોરબી હોસ્પિટલમાં લીધેલી મુલાકાત પહેલા જે રંગરોગાન કર્યું હતુ તેના પર જણાવ્યું હતુ કે, તમે કોઇના રિસેપ્શનમાં જઇ રહ્યા છો તે રંગરોગાન કરવામાં આવ્યું. પાણીમાં પડવાથી ફેક્ચર ના થાય તેમ છતા દર્દીના પગલમાં ફેક્ચરનો પાટો લાગવામાં આવ્યો.

પશ્ચિમ બંગાળમાં જે પુલ પડ્યો ત્યારે ત્યાના મુખ્યમંત્રીને ઉતારી પાડવા માટે એક્ટ ઓફ ગોડનું ભાષણ આપ્યું હતુ. તો તમારા મુખ્યમંત્રી સામે કેમ તે લાગુ ના પડે તેવા સવાલ તમણે ઉઠાવ્યા હતા. લોકો ડૂબીના મર્યા છે. તેમને સળીયા વાગ્યા છે. લોકોના ઘા પર મીઠુ ભભરાવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે દિલ્હીથી અપ અન્ડ ડાઉન્ કરવામાં આવે છે . તેમને ખબર છે કે, આ વખતે મેળ નથી પડવાનો. લોકોને બસ અને ટ્રેનમાં પણ નથી પોસાતુ વડાપ્રધાનની એક મર્યાદા હોય છે. પ્રધાનમંત્રી પદને નચલા સ્તરનું પદ બનાવી દિધુ છે.

ગુજરાત સરકારના ઉશારે ઓરેવા કંપનીના માલિકોને પલીસ બચાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતે. તેમણે જણાવ્યું હતુ કે, દિવા જેવું સ્પષ્ટ છે કે, પોલીસ નાના માણસોને પકડી રહી છે. જે લોકોએ રીબિન કાપીને લોકોને મરવા માટે આમત્રણ આપ્યુ તેને નથી પકડી રહી કોના ઇશારે પોલીસ કામ કરી રહી છે નગરપાલિકાએ જેને કોંટ્રેક્ટ આપયો તેના પર કેસ કરવો જોઇએ

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, ભાજપના લોકોએ ફ્રોડ કર્યુ છે. તેના લીધે લોકો મર્યા છે દિવસના ત્રણ કાર્યક્રમ કરે છે હેલિકોપ્ટરથી મોરબી જઇ શકાતુ હતું કેમ ના ગયા. ગુજરાતને દેવાદાર કરી નાખ્યા છે. 25 વર્ષ સુધી કેમ ખાત મુહુર્ત કે લોકાર્પણ કરવાનો સમય 15 દિવસમાં જ મળ્યો છે. કોરોડો રૂપિયાનો જાહેરાતો કરવામાં આવે છે. ગુજરાતની જનતાએ આ પ્રકારના લોકોથી બચવું જોઇએ.

આ લોકો આપદાને અવસરમાં બદલાવાનું નાટક ભાજપ કરે છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમાના માટે આ અવસર નથી. અવસર તો ભાજપ માટે છે. જેના ઘરમાં પતિ માતા પિતા બાળક મર્યા હોય તેમાના માટે આ આવસર નહી હોવાનું તેણણે જણાવ્યું હતુ.

English summary
Shankar Singh Vaghela appealed to the public to vote for the Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X