For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST માટે દિલ્હી બોલાવી ગુડી-ગુડી વાતો કરવાનું બંધ કરો: બાપુ

શંકરસિંહ વાધેલાએ જીએસટી માટે વેપારી વધુ એક વર્ષ આપવાની કરી માંગ. સાથે જન્મદિવસ પર બાપુ ફરી કરી શકે છે શક્તિ પ્રદર્શન. યુરિયા અંગે બાપુ કરી ખાસ વાત.વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મંગળવારે મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, હું કેન્દ્ર અને ગુજરાત સરકારને અનુરોધ કરું છું કે, ગુજરાતના વેપારીઓ કે જેઓને જીએસટી બાબતે અસમંજસ છે અને ગાંધીચિંધ્યા માર્ગે જેઓ આંદોલન કરી રહ્યા છે તેવા વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી, વેપારીઓ ધીરે ધીરે GSTથી માહિતગાર થાય ત્યાં સુધી એટલે કે અંદાજિત એક વર્ષ સુધી તેમને GSTમાંથી મુક્તિ આપવી જોઈએ. GSTના એક વર્ષ જેટલા મોડા અમલીકરણને કારણે કાંઈ ખાટું-મોળું થઈ જવાનું નથી. વેપારીઓને દિલ્હી બોલાવી ગુડી-ગુડી વાતો કરવી, ખોટા ધકકા ખવડાવવા, તે બરાબર નથી. વેપારીઓ માટે વેપાર એ એમની રોજીરોટી અને આજીવિકાનું સાધન છે. વેપાર-ધંધા બંધ રાખવાનો કોઈ વેપારીને શોખ ન હોય, પરંતુ સરકાર સામે વિરોધ દર્શાવવાનું આ સાધન અથવા માધ્યમ છે એમ માની વેપારીઓ વિરોધ કરતા હોય છે. ત્યારે એમની વાત ગુજરાત અને ભારત સરકાર સમજે, ચૂંટણીઓ સુધી રાહ ન જુએ અને GSTનું અમલીકરણ પ્રજાના હિતમાં એકાદ વર્ષ મોડું કરવાની પણ અપીલ કરું છું.

bapu

યુરિયા પર બાપુ કર્યા સવાલ!

સાથે જ શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સારો વરસાદ થવાના કારણે દેશ અને રાજ્યમાં યુરીયા ખાતરની માંગ વધારે હોય તે સ્વાભાવિક છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશ કે જ્યાં ભાજપની સરકારો છે ત્યાં ખેડૂતો પાસેથી યુરિયા ખાતરની એક થેલીનો ભાવ GST સહિત રૂ. ૩૧૭ લેવાય છે, જ્યારે અન્ય રાજ્યોમાં એક થેલીનો ભાવ રૂા. ર૯પ લેવાય છે. ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ૨૦% વધારે ભાવ યુરિયાની થેલી ઉપર ખેડૂતોએ ચૂકવવો પડે છે. ખેડૂતોને ખેતી માટેના ઈનપુટ્સના વધારે ભાવ આપવા પડે છે. ખેડૂતોને ખેતી પોસાતી ન હોવાથી દેશના ધણાં રાજ્યોમાં ખેડૂતોએ આપધાતનો આશરો લેવો પડે છે. અન્ય રાજ્યો અને ગુજરાતમાં પણ યુરિયા ખાતરનો ભાવ એકસરખો જ હોવો જોઈએ તેવી માંગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે કરું છું.

જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન?

વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તા. ર૧ જુલાઈ, ર૦૧૭ને શુક્રવારના રોજ મારો કહેવાતો જન્મદિવસ છે. કહેવાતો એટલા માટે કે જે-તે સમયે ગામડામાં ઘરના કોઈએ તારીખ લખી ન હોય એટલે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. છેલ્લા પાંચેક વર્ષથી બધા મિત્રોનો આગ્રહ હતો કે, જન્મદિવસ ઉજવો, પણ હું ના પાડતો હતો કે, ઢળતી ઉંમરે આવી ઉજવણીનો કોઈ મતલબ નથી. પરંતુ મતવિસ્તારના લોકો અને મારી સાથે જોડાયેલ અનેક મિત્રોનો આગ્રહ હતો કે, વિરોધપક્ષના નેતા તરીકે નિમાયા ત્યારથી આજદિન સુધી જન્મદિવસની કોઈ ઉજવણી કરી નથી. આ સહુએ ભેગા મળી શંકરસિંહ વાધેલા જન્મદિવસ સમિતિ બનાવી છે અને મને પણ આ સમારંભમાં ખાસ હાજર રહેવા જણાવેલ છે. આ સમારંભનું નામ "સમ-સંવેદના સમારંભ'' છે. તા. ર૧-૭-ર૦૧૭ને શુક્રવારના રોજ બપોરના ૧-૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કહેવાતી ૭૭માં વર્ષની એન્ટ્રીના દિવસે બધા મિત્રોના આગ્રહ અને લાગણીને વશ થઈ, આ સમારંભમાં ઉપસ્થિત રહી, હું ગુજરાતની સાહસીક જનતાને સંદેશો પાઠવીશ. આ સમારંભમાં વિરોધપક્ષના નેતા તરીકે વિરોધપક્ષના તમામ ધારાસભ્યશ્રીઓ, NCP અને જનતાદળના ધારાસભ્ય મિત્રોને વ્યક્તિગત પત્ર પાઠવીને સમારંભમાં હાજર રહેવા જણાવીશ. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ જન્મ દિવસની ઉજવણી સાથે જ ફરી એક વાર ચૂંટણી પહેલા શંકકસિંહ વાધેલા શક્તિ પ્રદર્શન કરવાના મૂડ છે.

English summary
Congress leader Shankar singh vaghela speaks on GST, urea and his Birthday. Read here what he says on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X