For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરસિંહ વાઘેલા કરશે ઘર વાપસી, થોડા સમયમા જોડાઇ શકે છે કોગ્રેસમાં

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં 15 નવેમ્બરના રોજ જોડાશે. મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારેથી કોંગ્રેસમાં જોડાયા ત્યારથી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાના સંકેતો મળી રહી છે શંકરસિંહ

|
Google Oneindia Gujarati News

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં 15 નવેમ્બરના રોજ જોડાશે. મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારેથી કોંગ્રેસમાં જોડાયા ત્યારથી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાના સંકેતો મળી રહી છે શંકરસિંહ વાઘેલા 2017 માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોગ્રેસ છોડીને પોતાનો અલગ પક્ષ ગુજરાત પરીવાર્તન પાર્ટી બનાવ્યો હતો. અને તેમણે પોતાના ઉમેદવારોને પણ ચૂટણીમા ઉભા રાખ્યા હતા.

SHANKARSINH VAGHELA

શંકરસિંહ વાઘેલાના કોગ્રેસમા જોડવાથી કોંગ્રેસમાં પ્રાણ ફંકાશે. 2017 માં કોગ્રેસમાં છોડવાનું કારણ આપતા જણાવ્યુ હતુ કે,ચૂટણી આવ્યા છતા પાર્ટી નિષ્ક્રીય છે. તેમજ મુખ્યમંત્રી પદનો ચહેરો નહી જાહેર કરવાથી પણ નારાજ હતા. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલા સતત રાજકીય રીતે યેન કેન પ્રકારે રાજકીય રીતે સક્રીય રહ્યા હતા.

લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન પણ અલગ અલગ પક્ષોના રાષ્ટ્રીય પક્ષોના પ્રમુખો સાથે મુલાકાત કરીને થર્ડ ફ્રન્ટ રચવા માટે પ્રયાસ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા ભાજપ વિરુદ્ધ સતત સક્રીય રહ્યા છે. નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ નિવેદનો આપતા હતા પરંતુ કોંગ્રેસના કોઇ પણ નેતા વિરુદ્ધ ક્યારેય તેણના દ્વારા નિવેદન નહોતા આપવામાં આવ્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભાની ચૂટણી વખતે અહેમદ પટેલની વિરુદ્ધ મતદાન કરીને કોગ્રેસના મેન્ડેટનો અનાદર કર્યો હતો. તો બીજી તરફ અહેમદ પટેલના મૃત્યુ પહેલા તેમની સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી. ત્યારે પણ એવી અટકળો લગાવામાં આવતી હતી કે, શંકુરસિંહ બાપુ ગમે ત્યારે કોગ્રેસમા પરત ફરી શકે છે. કોગ્રેસમાં જુના જોગીઓ એવા પણ છે જે શંકરસિંહ વાઘેલાનો વિરોધ કરી રહ્યા છે. તેમના કોગ્રેસમાં જવાથી કોગ્રેસના પ્રદેશ નેતૃત્વ નારાજગી જોવા પણ મળી શકે છે.

English summary
Shankarsih Vaghela will join the Congress National President in attendance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X