• search

‘ગુજરાતના સિંહોની બદલી ના થાય તે જોજો’

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 21 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિદાય અને શુભેચ્છા પાઠવવા માટે આજે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર ભાવકનાત્મક સાથે હર્ષોલ્લાસભર્યું રહ્યું હતું. એક તરફ મોદી અને તેમના સાથીગણો તથા વિપક્ષમાં પણ ક્યાંકને ક્યાંક ભાવુકતા જોવા મળી હતી તો, ભાવુક બનેલા માહોલને હળવો બનાવવા અધ્યક્ષ વજુભાઇ વાળાએ પોતાના લાક્ષણિક અંદાજમાં સંબોધન કરીને માહોલને હળવો બનાવી દીધો હતો. આ બધાની વચ્ચે વિપક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ પોતાના ઉદ્બોધનમાં નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવાની સાથોસાથ કેટલાક ટોણા પણ માર્યા હતા.

  શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આપણા સીએમ પીએમ થઇ રહ્યાં હોય ત્યારે બધા ખુશ હોય તે સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ આખું જીવન આ કાંટાળા રસ્તા માટે પસંદ કર્યો છે, તેમ કરતા કરતા આજે ફૂલોની સેજ પર ચાલી રહ્યાં છે. બધા મિત્રોએ મીઠી વાતો કરી. હું તેમની પાસે વધારે અપેક્ષા રાખીશ. દેશના મોરારજી દેસાઇનો રસ્તો ગોધરાથી શરૂ થયો હતો. ગોધરામાં જે ગરબડ થઇ તેના કારણે તેમને બહાર મુકાયા અને મોરરાજી ભાઇએ 1929માં નોકરી છોડી ગાંધીજીની ચળવળમાં જોડાયા અને 1970માં વડાપ્રધાન બન્યા. બીજા નરેન્દ્ર મોદી ગોધરાના પ્રચારક બન્યા અને પછી મુખ્યમંત્રી બન્યા. વજુભાઇ વાળાને આભાર પાઠવું છું કે તમે રાજકોટની બેઠક ખાલી કરી.

  બન્ને વાયા ગોધરાના વડાપ્રધાન બન્ને કામ પણ સરખા છે, તેમને આપણે શુભેચ્છા પાઠવીએ. 1972-73માં તેમને પ્રચારક તરીકે જવાબદારી મળી હતી. નરેન્દ્ર મોદી વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા દેશનો મેલ ધોવા નિકળ્યા છે. 1974-75માં કટોકટી વખતે સરદારજીનો વેશ ધારણ કર્યો હતો, મારા ભાગમાં 86-87માં ભાજપમાં સંગઠન મંત્રીની જવાબદારી આપવામાં આવી, ત્યારે હું એમપી હતો. એ સમયે તેઓ હિમાલયમાં હતા.

  આ શંકરને ભલે સમસ્યા થાય

  આ શંકરને ભલે સમસ્યા થાય

  કૈલાશમાં એ શંકરને સમસ્યા થાય તેના કરતા આ શંકરને ભલે સમસ્યા થાય, એ માટે તેમને પાછા ગુજરાત મોકલવામાં આવ્યા. તેમની ત્યારથી અત્યાર સુધીની મંજીલ બધાને ખબર છે. 84માં 2 અને 2014માં 282 સુધીની બેઠકનો શ્રેય તેમને જાય છે. પક્ષ કરતા મોટા થવું તેમ ના કર્યું, અને પક્ષ માટે માગ્યું હોત તો કદાચ આટલી બધી બહુમતિ ના મળી હોત.

  સારા દિવસ આવવાના છે

  સારા દિવસ આવવાના છે

  તમે 26મીએ આખા દેશના વડાપ્રધાન થવા જઇ રહ્યાં છીએ, ત્યારે તમારા પ્રત્યે આશા રાખવામાં આવી રહી છે. તમે જેમને જે વચન આપ્યા છે, તેની ઉઘરાણી શપથ વિધિ બાદ શરૂ થઇ જશે. આનંદીબેન અને નીતિનભાઇ ભાવુક જણાયા, તેમને કહી દઉ કે સારા દિવસ આવવાના છે. હું ગુજરાત ગુજરાતી પાસેથી ઘણી આશા રાખશે, તેથી ગુજરાત સંબંધી મુદ્દાઓને પૂર્ણ કરવાની રહેશે.

  લોકોની અપેક્ષા શું હશે

  લોકોની અપેક્ષા શું હશે

  શંકરસિંહે કહ્યું કે તમારી પાસે લોકોની અપેક્ષા શું હશે, ભ્રષ્ટાચાર દાઉદ ક્યાંક અફઘાનિસ્તાન ગયો છે, ઓબામાએ જે રીતે બાંગ્લાદેશીઓને કાઢી મુકવાની, કાળું નાણું લાવવું, મોંઘવારી પર મેળવવાનો કાબુ, માંસની નિકાસબંધી, ગાયનું માંસ લઇને જતા લોકો પકડાય તેના પર 302ની કલમ હેઠળ પકડવામાં આવે, દારૂ બંધીમાં કડક પગલા ભરવામાં આવે, નદીઓને, ચીન અને પાકિસ્તાન પાસેથી આપણી જે માગણીઓ છે તે પૂર્ણ થાય. ગુજરાતમાં ગીરના સિંહોની બદલી ના થાય, ઢંઢેરાના મુદ્દા મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ, બંધારણની મર્યાદામા રહીને રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે.

  કાશ્મીરમાં પંડિતોને વસાવવામાં આવે

  કાશ્મીરમાં પંડિતોને વસાવવામાં આવે

  કાશ્મીરમાં પંડિતોને વસાવવામાં આવે. કોમન સિવિલ કોર્ટ ઇમ્પલિમેન્ટ કરવામાં આવે. 100 નવા શહેરો બનાવવામાં આવે. ડોલરની સામે રૂપિયો 40 રૂપિયા થાય, સીબીઆઇમાં જ્યુડિશિયલ બોર્ડ બને તેવી અપેક્ષા રાખીએ છીએ. તમે ચાની ચર્ચા કરતા કરતા દિલ્હી પહોંચ્યા. ગુજરાત ભવનમાં એક રૂપિયામાં ચા મળે, ગુજરાત ભવનમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ ટોળામાં એકલા પડો ત્યારે હિરાબાના ખોળામાં બે આસું સારસો તો સારું રહેશે.

  English summary
  shankarsinh waghela speak at Gujarat Assembly

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more