પહેલા સીબીઆઈને એક કરે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે પીએમ મોદીઃ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે માર્કેટિંગ માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સરદાર સરોવર નર્મદા બંધ સામે સાધુ બેટ પર બનેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કરશે. આ અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે માર્કેટિંગ માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાઘેલાએ કહ્યુ કે તેમને સમારંભનું આમંત્રણ મળ્યુ છે પરંતુ તે આ સમારંભમાં નહિ જાય.

shankarsingh vaghela

શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે જ્યારે દેશની સૌથી પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં આંતરિક કંકાશ સામે આવ્યો છે, આરબીઆઈનો વિવાદ સામે આવ્યો છે તો પીએમ મોદીએ પહેલા તે બાબતોને ઉકેલવી જોઈએ. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવી જોઈએ. તેમણે પત્રકારોને કહ્યુ, 'કઈ યુનિટીની વાત કરી રહ્યા છો તમે લોકો? પહેલા સીબીઆઈ અને આરબીઆઈને એક કરો, ગગડતા રૂપિયાને સંભાળો, તેલના ભાવ ઓછા કરો.'

જો સરદાર પટેલની વાત કરી રહ્યા છે પહેલા જેલ મોકલેલા પાટીદાર નેતાઓને મુક્ત કરો. શંકરસિંહ વાઘેલાનો ઈશારો હાર્દિક પટેલના નજીક ગણાતા અલ્પેશ કથીરિયા તરફ હતો જે રાજદ્રોહના આરોપમાં જેલમાં છે. વાઘેલાએ કહ્યુ કે સરકારે લોકોના વિકાસની ચિંતા કરવી જોઈએ અને આપેલા વચનો પૂરા કરવાની ચિંતા કરવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X