For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મોદી સાથે કરી મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ડિસેમ્બર: શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પહેલીવાર માતોશ્રીથી બહાર નિકળીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તથા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કહેવામાં આવે છે કે ગાંધીનગર સ્થિત નરેન્દ્ર મોદીના સરકારી આવાસમાં થયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ લોકસભાની ચૂંટણીની રણનિતી પર ચર્ચા કરી. આ પહેલાં નરેન્દ્ર મોદી પોતાની મુંબઇ યાત્રા દરમિયાન માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા. આ દરમિયાન સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હી પહોંચી રહ્યાં છે. ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતાં સંસદીય દળની બેઠક એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

narendra-modi-udhhav

શિવસેનામાં વરિષ્ઠ નેતાઓની નારાજગી અને પાર્ટીમાં ઉદ્ધવ ઠાકરેની ઢીલી પડતી પકડને આ મુલાકાત સાથે જોડીને જોવામાં આવી રહી છે. આથી ભાજપ સાથે રણનિતી તૈયાર કરી ઉદ્ધવ ઠાકરે અત્યારથી જ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ જવા માંગે છે. નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ખાસ કારણથી લોકસભા ચૂંટણી જ માનવામાં આવી રહી છે, કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર છે તથા આગામી ચૂંટણીની રણનિતી પણ ગાંધીનગરથી બની રહી છે. એવામાં આરજેડી સાથે જોડાયેલી પાર્ટીઓ નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી ચૂંટણી રણનિતી પર ચર્ચા કરી રહી છે.

નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે નજીકતા જગજાહેર છે, જેથી શિવસેના થોડા સમય સુધી નરેન્દ્ર મોદીથી નારાજ થઇ ગઇ હતી. નરેન્દ્ર મોદી પણ નવા સાથીના ચક્કરમાં જુનાઅને વિશ્વસ્ત મિત્રોને ખોવા માંગતા નથી.

શિવસેનાની રાજનિતીનું કેન્દ્ર માતોશ્રી મોટાભાગે ચર્ચામાં રહે છે, શિવસેનાના મિત્ર દળોએ નેતા તથા બાલ ઠાકરેના પ્રશંસક તેમને મળવા અહીં આવતા હતા. તેમના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી બહાર નિકળીને શિવસેનાના જુના મિત્રોને મળીને ફરી એકવાર પાર્ટીને મજબૂત બનાવવામાં જોડાઇ ગયા છે.

English summary
Shiv Sena president Uddhav Thackeray today paid a courtesy visit to Gujarat Chief Minister Narendra Modi at the latter's official residence in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X