યૌન શોષણ કેસ મુદ્દે આસારામે આપી સફાઇ
અમદાવાદ, 22 ઓગષ્ટ: રાજધાની દિલ્હીમાં સંત આસારામ બાપુ પર જ્યારે યૌન શોષણનો આરોપ લાગ્યો તો મીડિયામાં સમાચાર ઝડપથી દોડવા લાગ્યા. સામાચારમાં દરેક ચેનલે એફઆરઆઇની કોપી ઉછાળી, જેમાં કહેવામાં આવ્યું કે એક ઝુંપડીમાં તાંત્રિક પ્રક્રિયાના બહાને સંત આસારામે એક કિશોર છોકરી સાથે દુરાચાર કર્યો. આ મુદ્દે આસારામનો શું પક્ષ છે, તે પણ જાણવો એટલો જરૂરી છે, જેટલો છોકરીના પક્ષ પર કાર્યવાહી થાય.
આસારામ બાપુ એ પોતાના પક્ષમાં પોતાની વેબસાઇટના માધ્યમથી લોકો વચ્ચે પહોંચવાનો પ્રયત્ન કર્યો. વેબસાઇટ પર તેમના મીડિયા પ્રભારી સુનીલ વાનખેડેએ લખ્યું છે કે લાંબા સમયથી સંત આસારામ બાપુ તથા આશ્રમને બદનામ કરવાના ઉદેશ્યથી અલગ-અલગ પ્રકારના આરોપ લગાવવામાં આવે છે. તેમાંથી કોઇપણ આરોપ સાબિત થયો નથી. જેમ કે ગુરૂકુળના બાળકો પર તાંત્રિક વિદ્યાની વાતને પણ વધારી ચઢાવીને રજૂ કરીને સમાજને ગેરમાર્ગે દોર્યો. પછી સુપ્રીમ કોર્ટે આશ્રમમાં તાંત્રિક વિદ્યા થતી હોવાની વાતને પણ નકારી દિધી છે.

હવે એક નવા સમજી વિચારેલા કાવતરા હેઠળ એક કિશોર છોકરી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીએ કહ્યું છે કે 15 ઓગષ્ટના રોજ જોધપુરમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બિલકુલ પાયાવિહોણું અને ખોટું છે કારણ કે આસારામ બાપુ 15 ઓગષ્ટના જોધપુર આશ્રમમાં હતા જ નહી. આરોપ લગાવનાર છોઅક્રી શાહજહાંપુર (ઉત્તરપ્રદેશ)ની રહેવાસી છે, પરંતુ એફઆરઆઇ દાખલ કરવવા માટે દિલ્હીને કેમ પસંદ કર્યું. કારણ કે ફક્ત દિલ્હી પ્રદેશ જ એવો છે કે કોઇપણ છોકરી ફરિયાદ દાખલ કરાવે તો પહેલાં તેની એફઆરઆઇ દાખલ કરે પછી તપાસ કરાવવામાં આવે. તેનો ફાયદો ઉઠાવીને દિલ્હીના કમલા માર્કેટમાં એફઆરઆઇ દાખલ કરાવવામાં આવી.
સુનીલ વાનખડેનું કહેવું છે કે મેડિકલ તપાસમાં પણ દુષ્કર્મની પુષ્ટિ થઇ નથી. આ બધા તથ્યોના આધારે આ આરોપ ફક્ત સંત આસારામ બાપુને બદનામ કરવાની સમજી વિચારેલું કાવતરું છે. આસારામ પર લગાવવામાં આવેલા બધા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અને જ્યાં સુધી કોઇપણ આરોપ સાબિત થતો નથી ત્યાં સુધી કરોડોની આસ્થાના કેન્દ્ર સંત વિશે અસન્માનનીય, અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવો. આશ્રમ આવું કરનાર પ્રસાર માધ્યમોની આકરી ટીકા કરે છે.












Click it and Unblock the Notifications
