સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮ મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડતાને વધુ મજબૂત બનાવી રહી છે.

Bhupendra patel

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૧૬ મી મેં ૧૯૭૫ ના દિવસે ભારતમાં ભળેલું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી નાનું અને સૌથી પ્રિય રાજ્ય છે. પરિવારમાં નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે એ રીતે સિક્કિમ પણ ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો પ્રદેશ છે. તેમણે સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.

પુષ્કળ પ્રાકૃતિક સંપદા ધરાવતા સિક્કીમે પોતાની શ્રેષ્ઠતા અને આગવી ઓળખથી તમામ ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. સિક્કિમની મહિલાઓએ 'સેલ્ફ હેલ્પ ગ્રુપ' થકી પ્રદેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સિક્કિમ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય છે. સિક્કિમને વિધિવત રીતે ઑર્ગેનિક પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો છે. પર્યટન, સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારી અને સુંદરતાથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું છે. સિક્કિમ રાજ્ય હજુ વધુ ઉન્નતિ કરે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવામાં યોગદાન આપતું રહે એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે લેડી ગવર્નર દર્શના દેવીજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપુત, કુંવરજીભાઈ બાવળીયા, મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રફુલભાઈ પાનસેરીયા, ગુજરાત વિધાનસભાના ઉપ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાતમાં રહેતા સિક્કિમના આગેવાન નાગરિકો અને મહાનુભાવોએ સિક્કિમથી પધારેલા કલાકારોની પ્રસ્તુતિ માણી હતી. સિક્કિમના કલાકારોએ રણચંડી, તમાંગ સેલો અને ઘંટુ જેવા પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. ગુજરાતના કલાકારો સાથે મળીને સિક્કિમના કલાકારોએ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' થીમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

આ અવસરે સિક્કિમ વિષેની એક ફિલ્મ પણ મહાનુભાવોએ માણી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સિક્કિમના કલાકારોના પ્રતિનિધિ કલા શુમા અને ગુજરાતના કલ્પેશ દલાલનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના આરંભે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હર્ષદભાઈ પટેલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. રાજ્યપાલ તમામ કલાકારો સાથે સમુહ તસવીરમાં પણ જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X