For Daily Alerts

2007 પછી ગુજરાતમાં એક પણ પોલીયો કેસ નોંધાયો નથી: આનંદીબેન પટેલ
ગાંધીનગર, 19 જાન્યુઆરી: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બાળલકવા નાબૂદીના ઘનિષ્ઠ અભિયાન અન્વયે રવિવારે પોલીયો રવિવાર અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાઓને પોલીયો વિરોધી રસીના ટિપાં પિવડાવ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતે પોલીયો મુક્ત રાજ્યનું ગૌરવ મેળવ્યું છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગને પોલીયો રસીકરણની ઉત્કૃષ્ટ કામગીરી માટે WHO અને યુનિસેફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં પોલીયો રસીકરણ અભિયાન તહેત આજે ૦ થી પાંચ વર્ષની વયના ૮૪ લાખ ૧૨ હજાર બાળકોને ૩૭૧૯૧ રસીકરણ બૂથ તથા ૨૯૩૪ મોબાઇલ ટિમ દ્વારા ૧ લાખ ૬૬ હજાર ૭૯૨ આરોગ્ય કર્મીઓએ પોલીયો વિરોધી રસીના ટિપાં પિવડાવ્યા છે તેની વિગતો આરોગ્ય કમિશનરે મુખ્યમંત્રીને આપી હતી.આનંદીબહેન પટેલે પોલીયો વિરોધી રસીકરણની આ રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશની ફલશ્રૃતિ સ્વરૂપે ગુજરાતમાં એપ્રિલ-૨૦૦૭ પછી પોલીયોનો કોઇ કેસ નોંધાયો ન હોવાની જાણકારી પણ આ વેળાએ આપી હતી. આ પ્રસંગે આરોગ્ય કમિશનર જે.પી.ગુપ્તા, ડો. ધોળકીયા તથા માતાઓ-ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
English summary
Since 2007, not a single case of polio noted in Gujarat said Anandiben Patel.
Story first published: Monday, January 19, 2015, 23:37 [IST]